આયાતીઓને પ્રજાની મહોર:ભાજપમાં કોંગ્રેસ છોડી આવેલા 14માંથી 10ને જિતાડ્યા, જવાહર ચાવડાને નસીબે સાથ ન આપ્યો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

2022માં ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. એટલું જ નહીં, કોંગ્રેસનાં સૂપડાંસાફ કરી દીધાં છે. ત્યારે આજે પરિણામ આવ્યું છે, તેમાં પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતાઓને પણ પ્રજાએ સ્વીકારી લીધા છે.

કોંગ્રેસમાં ધારાસભ્ય બનેલા પણ કોઈ કારણોસર ભાજપમાં ભળેલા તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્યોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપી હતી. ભાજપનો દાવ એકદમ સીધો રહ્યો અને મોટાભાગના આયાતી ઉમેદવારો જીતી ગયા છે.

દક્ષિણ ગાંધીનગર અને અબડાસાએ મહોર મારી
અબડાસા બેઠક પર 2017માં કોંગ્રેસમાં જીતેલા પ્રદ્યુમનસિંહ જાડેજાએ પક્ષપલટો કર્યો અને ભાજપમાં લડીને જીત્યા હતા. ફરી ભાજપે ટિકિટ આપી હતી. જેમાં ભાજપનો દાવ સફળ રહ્યો હતો અને જાડેજાની જીત થઈ હતી. પાટીદાર અનામત આંદોલન સમયે ઠાકોર સેના બનાવીને લડત ચલાવનાર અને કોંગ્રેસમાં રાધનપુરથી જીત મેળવી ભાજપમાં ભળનાર અલ્પેશ ઠાકોરને રાધનપુરમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ વખતે સીટ બદલતાં જીત મળી છે. ગાંધીનગર દક્ષિણમાં જીત મળી છે.

અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર

બળવંતસિંહની ધીરજ કામ લાગી, હાર્દિકનું સ્વાગત
કોંગ્રેસમાં વર્ષો સુધી રહેનાર અને રાજ્યસભા ચૂંટણીમાં બંડ પોકરનાર બળવંતસિંહ રાજપૂતને રાજ્યસભામાં લડાવાયા હતા પરંતુ તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમની ધીરજ ફળી હતી અને આ વખતે ફળ મળી ગયું છે. તેઓએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા. પહેલીવાર વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલની વિરમગામમાં જીત થઈ છે.

બળવંતસિંહ રાજપૂતની ફાઈલ તસવીર
બળવંતસિંહ રાજપૂતની ફાઈલ તસવીર

જસદણના કિંગ તો બાવળિયા જ
ધંધૂકા બેઠક પર કાળુ ડાભીની જીત થઈ છે. જસદણ પર કુંવરજી બાવળિયાનો એકહથ્થું કબજો ચાલુ રહ્યો છે. કોંગ્રેસમાં રેકોર્ડ બનાવ્યા હતા હવે ભાજપમાં પણ તેઓ રેકોર્ડ બનાવી રહ્યા છે. રૂપાણી સરકારમાં મંત્રી રહેલા બાવળિયા સતત બીજીવાર ભાજપમાં જીત્યા છે. જો કે માણાવદર બેઠક પર જવાહર ચાવડાને હારનો સામનો કરવો પડ્યો છે. તેમના નસીબે સાથ આપ્યો નથી. તેઓ 2019માં પેટાચૂંટણી જીતી ગયા હતા.

કુંવરજી બાવળિયા
કુંવરજી બાવળિયા

છેલ્લે આવેલા ભગવાન બારડ જ ફાવ્યા
છેલ્લે સુધી કોંગ્રેસમાં રહેલા વિસાવદરમાં હર્ષદ રિબડિયાએ છેલ્લે છેલ્લે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપે ટિકિટ પણ આપી હતી. જો કે, તેમનો દાવ ઊંધો પડ્યો હતો અને આપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે ખેડબ્રહ્મા બેઠક પર છેલ્લે છેલ્લે ભાજપનો ખેસ પહેરનાર અશ્વિન કોટવાલને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જો કે, તાલાલાના ભગવાનભાઈ બારડને મતદારોએ સાથ આપ્યો હતો. તેઓ આખી ટર્મ કોંગ્રેસમાં રહ્યા હતા અને છેલ્લે-છેલ્લે ભાજપમાં જોડાયા હતા અને ટિકિટ મેળવી હતી.

ભગાભાઈ બારડની ભાજપ પ્રવેશ સમયની ફાઈલ તસવીર
ભગાભાઈ બારડની ભાજપ પ્રવેશ સમયની ફાઈલ તસવીર

ધારી અને બોટાદની જનતાએ બેને નકારી દીધા
ધારી બેઠક પર જે.વી કાકડિયા હારી ગયા છે. તેમને પક્ષપલટો ફળ્યો નથી. તેવી જ રીતે બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણીને પણ પ્રજાએ નકાર્યા છે અને આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ જોરદાર ટક્કર આપીને હારવ્યા છે. તો કરજણ બેઠક પર અક્ષય પટેલને ભાજપે ટિકિટ આપી હતી અને તે દાવો સાચો સાબિત થયો હતો. જ્યારે કપરાડા બેઠક પર જીતુભાઇ ચૌધરીની જીત થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...