વિદ્યાર્થીઓ તૈયાર રહો:ગુજકેટની 6 ઓગસ્ટે 70 ટકા કોર્ષની પરીક્ષા લેવાશે, સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે

શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી 6 ઓગસ્ટના રોજ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ એન્જિનીયરીંગ જેવા અભ્યાસક્રમ માટે ગુજકેટ ફરજીયાત છે.

ગુજકેટની પરીક્ષા વિશે વધુ વિગત વાંચવા અહીં ક્લિક કરો....

70 ટકાના અભ્યાસક્રમમાં ગુજકેટની પરીક્ષા રહેશે
રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહાના ગ્રુપ-એ,બી અને એ.બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 6 ઓગસ્ટ શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે. સાથે જ જૂન-2019થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કૂલોમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમ, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતના NCERTના પાઠ્યપુસ્તનો અમલ થશે. NCERT આધારીત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માટે બોર્ડ દ્વારા ત્રીસ ટકા ઘટાડા બાદ નક્કી કરેલા 70 ટકાના અભ્યાસક્રમ પ્રવર્તમાન ગુજકેટની પરીક્ષા માટે રહેશે.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

આજથી ધો.10-12ના રીપીટર્સની પરીક્ષા શરૂ
આજથી ધોરણ 10 અને 12ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિત આજે રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ રહી છે. અમદાવાદના 140 સેન્ટર પર પરીક્ષા લેવાઈ રહી છે. રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે પરંતુ તેમના મોઢા પર નિરાશા જોવા મળી રહી છે અને વાલીઓ પણ નિરાશ છે. સવારે 10 વાગ્યાથી ધોરણ 12ની પરીક્ષા શરૂ થઈ છે. પરીક્ષા શરૂ થતાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પણ નવરંગપુરામાં એ.જી. હાઈસ્કૂલ પર ઉપસ્થિત રહ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓને પ્રવેશતાની સાથે જ થર્મલ સ્ક્રિનીંગ અને હેન્ડ સેનિટાઈઝ કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.વર્ગખંડમાં પણ 20 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોના વચ્ચે પરીક્ષા યોજાતી હોવાથી વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે સ્કૂલે આવ્યા હતા અને સ્કૂલની બહાર પરીક્ષા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

રાજ્યમાં 4.91 લાખ રિપીટર વિદ્યાર્થી
રાજ્યમાં ધોરણ 10માં 3.62 લાખ જ્યારે ધોરણ 12 સાયન્સમાં 32 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થી નોંધાયા છે. આગામી 28થી 30 જુલાઈ વચ્ચે ધો.12 સાયન્સના રીપીટર વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ વિષયની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં કોરોનાના કારણે ગેરહાજર રહેલા રિપીટર વિદ્યાર્થીઓ પણ પ્રેક્ટિકલ પરીક્ષા આપી શકશે. આ માટે તેમણે RTPCR ટેસ્ટ રિપોર્ટની નકલ અને તમામ મેડિકલ રિપોર્ટ સાથે અરજીની ફાઈલ 21 જુલાઈ 2021 સુધીમાં બોર્ડમાં જમા કરાવવાની રહેશે.