તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે વેક્સિન જ બ્રહ્માસ્ત્ર:ગુજરાત પાસે હાલ વેક્સિનના 4.10 લાખ ડોઝ જ ઉપલબ્ધ, 4 મહિનામાં 19 ટકા વસતિનું જ વેક્સિનેશન, હર્ડ ઈમ્યૂનિટીથી 51 ટકા દૂર

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ ગુજરાતની વસતિ 6.94 કરોડથી વધુ
  • હર્ડ ઈમ્યૂનિટી માટે 70 ટકા વસતિનું વેક્સિનેશન જરૂરી
  • ગુજરાતને આગામી સમયમાં 8.98 લાખ ડોઝ પ્રાપ્ત થશે

વૈશ્વિક કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં કેન્દ્ર સરકાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને સતત સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને વેક્સિનેશનને વેગ આપવા માટે હાલ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરો મુજબ ઓક્ટોબર 2020માં જ વિવિધ રાજ્યોની અંદાજીત વસતિનો આંક કાઢવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની વસતિ 6 કરોડ 94 લાખ 2 હજાર બતાવવામાં આવી છે. રાજ્ય સરકાર પાસે હાલ 4 લાખ 10 હજાર 698 ડોઝની બેલેન્સ છે, જ્યારે 8 લાખ 98 હજાર 700 ડોઝ આગામી સમયમાં મળશે. આમ હાલ 13 લાખ 3 હજાર 998 ડોઝની વ્યવસ્થા થઈ ગઈ છે. જો કે તમામ રાજ્યોમાં સૌથી વધુ વેક્સિન સપ્લાય ગુજરાતને કરવામાં આવી છે.

હર્ડ ઈમ્યૂનિટી માટે હજુ 51 ટકા વસતિનું વેક્સિનેશન કરવું પડશે
16 જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં એટલે કે 4 મહિનામાં કુલ મળીને 1 કરોડ 32 લાખ 14 હજાર 916નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. જે ગુજરાતની 6 કરોડ 94 લાખની વસતિના 19 ટકા છે. આમ રાજ્યની 19 ટકા વસતિનું વેક્સિનેશન થયું છે. આમ હર્ડ ઈમ્યૂનિટી માટે હજુ 51 ટકા વસતિનું વેક્સિનેશન કરવું પડશે.

વેક્સિન અંગેના 8 મેની સવાર સુધીના આંકડા
વેક્સિન અંગેના 8 મેની સવાર સુધીના આંકડા

હર્ડ ઈમ્યુનિટી માટે કેટલા ટકા વેક્સિનેશન જરૂરી?
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વેક્સિનેશનનું પ્રમાણે 70 ટકા હોવું જોઈએ. જેના કારણે દેશની મોટાભાગની વસતી સંક્રમણથી સુરક્ષિત થી શકે છે. જોકે અમુક વૈજ્ઞાનિકોને એવી પણ આશંકા છે કે, જે પ્રમાણે બીજી લહેરમાં વાયરસ જે પ્રમાણે ફેલાઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને વેક્સિનેશનનો દર પણ વધારવો જોઈએ.

રાજ્યને અત્યાર સુધીમાં 1.39 કરોડ ડોઝ મળ્યા
કેન્દ્ર સરકાર તરફથી અત્યાર સુધીમાં ગુજરાતને 1 કરોડ 39 લાખ 71 હજાર 790 ડોઝ મળ્યા છે. જેમાંથી 1.49 ટકા જથ્થો વેસ્ટ થયો છે. જેમાંથી વેસ્ટ થયેલા ડોઝ સહિત 1 કરોડ 35 લાખ 61 હજાર 95નો વપરાશ થયો છે. જ્યારે 4 લાખ 10 હજાર 698 ડોઝની બેલેન્સ છે. જ્યારે 8 લાખ 98 હજાર 700 ડોઝ આગામી સમયમાં પ્રાપ્ત થશે. આમ 13 લાખ 9 હજાર 700 જેટલા ડોઝની વ્યવસ્થા છે.

અન્ય સમાચારો પણ છે...