કોરોના ગુજરાત LIVE:કોરોનાના 968 નવા કેસ, ગામડાંઓમાં પણ કોરોનાનો હાહાકાર, 4 મહાનગર કરતા 6 જિલ્લામાં વધુ કેસ

17 દિવસ પહેલા
  • રાજ્યમાં 141 કોરોનાના દર્દીઓ ડિસ્ચાર્જ થયા
  • રાજ્યમાં એકપણ ઓમિક્રોનનો કેસ નોંધાયો નથી

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે.ગઈકાલે 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 968 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેર-જિલ્લામાં રાજ્યના સૌથી વધુ 404 નવા કેસ નોંધાયા છે. આજે વલસાડમાં કોરોનાના કારણે એકનું મોત નોંધાયું છે. જ્યારે 9 જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીતરફ આજે ઓમિક્રોનનો પણ એકપણ કેસ નોંધાયો નથી. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 136 કેસમાંથી 65 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

4 મહાનગર કરતા 6 જિલ્લામાં વધુ કેસ
કોરોના હવે ગામડાંઓમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે. 4 મહાનગર કરતા 6 જિલ્લામાં વધુ કેસ નોંધાયા છે. ગાંધીનગર શહેર, ભાવનગર શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર કરતા આણંદ, ખેડા, નવસારી, રાજકોટ અને કચ્છ જિલ્લામાં વધુ કેસ નોંધાયા છે.

4753 એક્ટિવ કેસ અને 6 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 33 હજાર 769ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 120 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 18 હજાર 896 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4753 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 4747 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં આજે એકનું મોત નોંધાયું
ગઈકાલે નવસારી બાદ આજે વલસાડમાં પણ કોરોનાથી એકનું મોત નિપજ્યું છે. અગાઉ 30 ડિસેમ્બરે રાજ્યમાં 2 લોકોના મોત નોઁધાયા હતા. એ પહેલાં 29 ડિસેમ્બરે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જોકે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.

1 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
કુલ આંક6293178728

રાજ્યમાં કુલ 833,769 કેસ, 10,120 દર્દીના મોત અને 818,896 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ241,220235,5603,412
સુરત144,892142,1611,957
વડોદરા78,93077,780788
રાજકોટ58,48857,385732
જામનગર35,14334,598481
મહેસાણા24,46024,258177
ભાવનગર21,53521,180302
ગાંધીનગર20,91720,585205
જૂનાગઢ20,57220,275271
બનાસકાંઠા13,64713,478162
કચ્છ12,81712,589145
પંચમહાલ11,78511,70370
પાટણ11,62711,505129
ભરૂચ11,49511,322118
અમરેલી10,83810,717102
ખેડા10,63310,42549
દાહોદ9,9829,93038
આણંદ9,8349,62651
સાબરકાંઠા9,3449,167157
ગીર-સોમનાથ8,5988,51367
મહીસાગર8,2258,12372
સુરેન્દ્રનગર8,1357,991136
નવસારી7,3857,29128
મોરબી6,5346,41887
વલસાડ6,5976,44760
નર્મદા5,9595,94115
અરવલ્લી5,1915,10979
તાપી4,4614,42424
દેવભૂમિ દ્વારકા4,1884,09783
પોરબંદર3,5123,47721
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17642
ડાંગ86984618
અન્ય રાજ્ય1621593
કુલ833,769818,89610,120

​​​​​

અન્ય સમાચારો પણ છે...