તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના 36 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. કોરોનાને લઈ આખો દેશ લોકડાઉન સ્થિતિમાં છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કહેર સામે લડવા માટે ગુજરાતભરની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સોસાયટીઓ પોતાના વિસ્તારમાં ગરીબ લોકો અને જરૂરી ચીજો થી વંચિત લોકોને મદદ કરવા આગળ આવી રહ્યા છે. તેમજ કેટલાક યુવાઓ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સહિત અલગ અલગ જગ્યાએ ફસાયેલા લોકોને ચા, પાણી અને જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. તેમજ આ ગરીબ અને મધ્યમવર્ગને મદદ કરવા અને જીવનજરૂરી ચીજો પહોંચાડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડ ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ મુખ્યમંત્રી રાહત ફંડમાં સ્વૈચ્છિક ફાળો આપવા અપીલ કરવામાં આવી છે.
કોરોનાની બીમારી સામે લડવા માટે નાગરિકો અને સેવા ભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહત ફંડમાં પોતાનો સ્વૈચ્છિક ફાળો આ બેંક ખાતામાં ઓનલાઈન આપી શકશે.
તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ફાળાના ચેક સ્વીકારશે.
આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો
- A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND
- A/C NO. 10354901554
- SAVINGS BANK ACCOUNT
- SBI , NSC BRANCH (08434)
- IFSC: SBIN0008434
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.