ટ્વીટથી વિવાદ:રાહુલ ગાંધી બાદ ગુજરાત કોંગ્રેસનું ટ્વીટર એકાઉન્ટ પણ બ્લોક

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાણી સ્વાતંય પર તરાપનો આરોપ
  • દિલ્હી બળાત્કાર કેસ મુદ્દે ટ્વીટથી વિવાદ

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં યુવતી પર બળાત્કાર થયા પછી મોત થતા તેના પરિવારની મુલાકાત લીધી. આ પછી ગાંધીએ પીડિત પરિવારના સભ્યના ફોટા સાથે ન્યાય જોઇએનું ટવીટ કરતા ભાજપના મહિલા મોરચે વિરોધ વ્યકત કર્યો હતો તેમ પ્રદેશ કોંગ્રેસનું કહેવું છે. આ વિરોધના પગલે રાહુલ ગાંધીનું ટવીટર એકાઉન્ટ બ્લોક કરાતા તેના વિરોધમાં પ્રદેશ કોંગ્રેસે પણ રાહુલ ગાંધીના ટવીટનો સ્ક્રીન શોટ સાથે રાખીને ટવીટ કરતા પ્રદેશ કોંગ્રેસનું ટવીટર અકાઉન્ટ પણ બ્લોક કરાયું હોવાનું પ્રદેશ કોંગ્રેસ મીડિયા કો-ઓર્ડિનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસનું ટવીટર અકાઉન્ટ બ્લોક કરાતા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ ટવીટરના વાણી સ્વાતંય પર તરાપ મારવાના પગલાનો વિરોધ કર્યો છે.

આ વિરોધના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓએ રાહુલ ગાંધીના ફોટા સાથેનું ‘મે ભી રાહુલ’ ટેગ સાથે ટવીટ કર્યા છે.