તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના ગાંધીનગરમાં ધરણા, સાતવે કહ્યું- 7/12નાં ઉતારા રાખવા હોય તો 8/12ના બંધમાં જોડાવવું જ પડશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ વિરોધ પ્રદર્શનમાં  રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠા છે - Divya Bhaskar
આ વિરોધ પ્રદર્શનમાં રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠા છે

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે રવિવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સત્યાગ્રહ છાવણીમાં ધરણાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એક દિવસના પ્રતીક ઉપવાસની 50 લોકોની સંખ્યાની મર્યાદામાં ગાઈડલાઈન પાલનની પોલીસ મંજૂરી સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપવાસ પર બેઠા છે. આ દરમિયાન રાજીવ સાતવે કહ્યું કે, 7/12નાં ઉતારા રાખવા હોય તો 8/12 ના બંધના એલાનમાં જોડાવવું જ પડશે.

આ પણ વાંચો- ગુજરાતના ખેડૂતો ડિટેઇન થવાના ડરે દિલ્હીના આંદોલનમાં ભાગ લેવા જતા નથી

વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને ખેડૂતો
વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને ખેડૂતો

સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ
ગુજરાત કોંગ્રેસના પ્રદર્શનને પગલે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પોલીસ છાવણીમાં ફેરવી દેવાઈ હતી. વધુ લોકોની મંજૂરી ન હોવાથી પાલન થાય તેને લઈ 5 જેટલા પોલીસ ઈન્સપેક્ટર સહિત ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગાંધીનગર પ્રાંત કલેક્ટર પણ ખાસ હાજર રહ્યાં હતા. આ તકે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે ખેડૂતો સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધમાં કોંગ્રેસ પણ સામેલ થશે તેમ જણાવ્યું હતું. નોંધનીય છે કે શુક્રવારે પણ ગુજરાત કોંગ્રેસે જિલ્લા મુખ્ય મથકો પર ધરણાં કર્યાં હતા. કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી હતી.

માત્ર એક જ કંપની દેશનાં ખેડૂતોની ખેતપેદાશ લેશેઃ રાજીવ સાતવ
ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે 7/12નાં ઉતારા રાખવા હોય તો
8/12 ના બંધના એલાનમાં જોડાવવું જ પડશે. આ બિલ લોકસભા-રાજ્યસભા આવ્યું ત્યારે સરકારે કહ્યું હતું ખેડૂત ગમે ત્યાં ખેત પેદાશ વેચી નહી શકે. બે રાજ્ય હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ આ સ્પષ્ટ કર્યું છે. તો શું હવે ગુજરાતનો ખેડૂત મધ્યપ્રદેશમાં ખેત પેદાશ નહિં વેચી શકે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ખેડૂતોને જેલમાં નાખવાની વાત કરી છે. છેલ્લા 6 વર્ષમાં કેન્દ્ર સરકારે એક પણ સારું કામ ખેડૂતો માટે કર્યું નથી.હવે ત્રણ કાળા કાયદા કેન્દ્ર સરકાર લઈને આવી છે. ખેડૂતોને શું જોઈએ છે તે ખેડૂતોને પૂછવાની જરૂર હતી. MSP( મિનિમમ સપોર્ટ પ્રાઇસ) ની વાતમાં અનેક રાજ્યના ખેડૂતો જાગ્યા છે. અમે અનેકવાર કહ્યું ખેડૂતોની વાત સંભાળવાની જરૂર છે તો અમને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા. ગુજરાતમાં ખેડૂતોને પાક વીમો નથી મળ્યો અને અનેક જિલ્લા તાલુકામાં વધારે વરસાદ થવાથી પાકને નુકસાન થયું છે. રાજ્ય સરકારે ખેડૂતોને વળતર પણ આપ્યું નથી. દેશનો અન્નદાતા આજે તકલીફમાં છે. માત્ર એક જ કંપની દેશનાં ખેડૂતોની ખેતપેદાશ લેશે. ફરી ઇસ્ટ ઇન્ડિયા કંપની આવી રહી છે. ભાજપની સરકાર ખેડૂત વિરોધી છે. અમે હંમેશા ખેડૂતોના હીત માટે લડતા રહીશું.

101 દિવસે કોરોનામુક્ત થયેલા ભરતસિંહે કહ્યું-દેશમાં સરમુખત્યાર શાહી લાદવાનું કામ થયું
આ અંગે 101 દિવસની સારવાર બાદ કોરોનામુક્ત થયેલા કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, નવા મળેલા જીવનમાં પ્રથમ વખત લોકોની વચ્ચે આવ્યો છું.આ દેશમાં ભાજપના બે સરમુખત્યાર વલણ ધરાવતા આગેવાનો આ કારણે દેશમાં નુકશાન થઈ રહ્યું છે. પ્રશ્નોની હારમાળા વધતી જઈ રહી છે. ગુજરાતને લેબોરેટરી બનાવી દેશમાં સરમુખત્યાર શાહી લાદવાનું કામ થયું છે. કોંગ્રેસે લોકશાહી માટે ત્યાગ અને બલિદાન આપ્યું. ખેડૂતો આજે લડાઈ લડી રહ્યા છે. આપણે ચૂંટણીઓ જીતી નથી શકતા એ માનસિકતા હવે બદલવી પડશે. ઉલ્લેખનીય છે કે ભરતસિંહ ફરી રાજકારણમાં સક્રિય થયા છે.

હવે ખેડૂતોને સરકાર સબસિડી આપવા માંગતી નથીઃ સિદ્ધાર્થ પટેલ
જ્યારે ધરણા સમયે ઉપસ્થિત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે ખેડૂતોના અધિકારની સુરક્ષા માટે આજનો સત્યાગ્રહ છે. ખેડૂતો પર આ દેશની સરકારે વજ્રઘાત કર્યો. કૃષિનાં ત્રણ કાયદા ભાજપ સરકાર લાવી. આ કાયદા હિટલરશાહીની ઢબે લાવ્યા. આ કાયદાથી ફાયદો તો નહીં પણ ખેડૂતોના પીઠ પર ઘા કર્યો. આજે દેશના ખેડૂતો સરકારની આંખ ખોલવા દિલ્હી પહોંચ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બે મોઢાની વાતો કરી રહ્યા છે. ભાજપ સરકાર ખેડૂતોની આંખો પર રંગીન ચશ્મા પહેરાવવાનું કામ કરી રહી છે. દેશના અર્થતંત્રને નુકશાન થયું છે. વિશ્વના તમામ દેશો ખેડૂતોને પ્રોત્સાહન આપી રહ્યા છે. હવે ખેડૂતોને સરકાર સબસિડી આપવા માંગતી નથી. સસ્તા ભાવે સિંચાઈ માટે પાણી નહિ મળે. કેન્દ્ર સરકારે ખેડૂતોનું શોષણ કરવાનો કારસો રચ્યો છે.આ કાયદાથી ખેડૂતો ખતમ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો