હાર્દિકે કોંગ્રેસની પોલ ખોલી?:ગુજરાતના નેતાઓ દિલ્હીના નેતાઓને ચિકન સેન્ડવિચ ખવડાવવાની ચિંતામાં રહે છે, હાઇકમાન્ડ ગુજરાત પ્રત્યે નફરત જેવું વર્તન કરે છે

અમદાવાદએક મહિનો પહેલા
વાઇરલ થયેલું હાર્દિક પટેલનું જૂનું ટ્વીટ. - Divya Bhaskar
વાઇરલ થયેલું હાર્દિક પટેલનું જૂનું ટ્વીટ.

પાટીદાર આંદોલન બાદ વર્ષ 2017ની ચૂંટણીમાં હીરો બનેલા હાર્દિક પટેલનું રાજકીય ભાવિ અટવાયું છે. 2019માં કોંગ્રેસમાં જોડાયા બાદ કાર્યકારી પ્રમુખ બનેલા હાર્દિકે આજે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસથી હતાશ થયેલા હાર્દિકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખી વ્યથા ઠાલવી છે. પત્રમાં લખ્યું છે કે ગુજરાતના મોટા નેતાઓ પ્રજાના પ્રશ્નોથી દૂર રહે છે અને માત્ર એ બાબત પર વધારે ધ્યાન આપે છે કે દિલ્હીથી આવેલા નેતાને તેમની ચિકન સેન્ડવિચ સમયસર મળી કે નહીં.

આ ઉપરાંત હાર્દિકના રાજીનામા બાદ એક જૂનું ટ્વીટ વાઇરલ થઈ રહ્યું છે, જેમાં મૃત્યુ સુધી કોંગ્રેસમાં રહેવા માટેનું વચન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...