તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US પોલીસની જેમ ગુજરાત પોલીસ હાઈટેક:પોલીસ કર્મીઓની વર્દી પર કેમેરા લાગશે, ગુનેગારો ભાગી ન જાય એ માટે રાજ્યભરમાં કેમેરાનું નેટવર્ક ગોઠવાયું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ત્રિ-નેત્ર પ્રોજેક્ટ દ્વારા પોલીસ કન્ટ્રોલરૂમમાં સતત મોનિટરિંગ

રાજ્યના ગૃહ વિભાગની કામગીરીની વિગતો આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના પોલીસ વિભાગમાં આર.આર.સેલને બંધ કરવાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, પોલીસ વિભાગને હવે ટેકનોલોજીથી વધુ સુસજ્જ કરવામાં આવી રહ્યું છે. 1995થી કાર્યરત આ આર.આર.સેલ બંધ કરીને પોલીસ અધિક્ષકોને વધુ સત્તાઓ આપી મજબૂત કરવાનો નિર્ધાર છે. પોલીસની ગુનેગારો સાથેની સાંઠગાંઠ ચલાવી લેવાશે નહિ. એ માટે સતત સર્વેલન્સ કરીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરાશે. સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે રેન્જ વિસ્તારમાં સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરી દેવાયા છે અને જિલ્લા મથકોએ વિસ્તારવાનું અમારુ આયોજન છે. એ જ રીતે ગુનેગારો ગુનો કરીને ભાગી ન જાય એ માટે રાજ્યભરમાં કેમેરાનું નેટવર્ક બીછાવી લીધુ છે જેનું ત્રિ-નેત્ર પ્રોજેક્ટ દ્વારા પોલીસ કન્ટ્રોલરૂમમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે રાજ્યના પોલીસ અધિકારીઓ અને નાગરિકો સાથે તાલમેલ સધાય અને એ બંને વચ્ચે એક પારદર્શિતા આવે એ માટે પોલીસકર્મીઓની વર્દી પર બોડી કેમેરા લગાવવાનું પણ અમારૂં આયોજન છે.

ભૂ-માફિયાધારો, ગુંડા નાબૂદી ધારો અને પાસાના કાયદામાં સુધારાઓ કરી કાયદો વધુ કડક બનાવ્યો
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, રાજ્યના નાગરિકોને શાંતિ-સલામતીનો વધુને વધુ અહેસાસ થાય એ જ અમારી સરકારની પ્રાથમિક્તા છે અને પ્રબળ રાજકીય ઇચ્છા શક્તિ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. એ માટે અમારી સરકારે ભૂ-માફિયાઓની શાન ઠેકાણે લાવવા માટે ભૂ-માફિયાધારો, ગુંડા નાબૂદી ધારો અને પાસાના કાયદામાં સુધારાઓ કરીને વધુ કડક બનાવ્યો છે. ભ્રષ્ટાચારમુક્ત ગુજરાતના નિર્માણ માટે અમે આગળ વધી રહ્યા છીએ. ACBને પણ વધુ સુદ્રઢ બનાવાશે જેને ટેકનીકલ અને ફોરેન્સિક સહાયથી વધુ સજ્જ કરાશે.

ગુજસીટોકના કાયદા અંતર્ગત એક વર્ષમાં 11 કેસ કર્યા અને 100 આરોપીને ઝડપી પાડ્યા
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ગૃહ વિભાગની કામગીરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આપણે પાસા કાયદામાં સુધારો કરીને તેને વધુ મજબૂત બનાવ્યો છે. પાસા લાગુ કરવા માટે હવે જિલ્લા પોલીસ વડા કે કમિશનર કક્ષાએ પ્રસ્તાવ મુકવામાં આવે છે અને સંબંધિત કલેકટરની મંજૂરી બાદ લાગુ કરવાની જોગવાઈ છે. જ્યારે ગુજસીટોકના કાયદા અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 11 કેસો કરવામાં આવ્યા છે અને 100થી વધુ આરોપીઓને ઝબ્બે કરવામાં આવ્યા છે. આ ધારા હેઠળ વડોદરામાં તાજેતરમાં 26 , સુરતમાં 2, અમરેલીમાં 2, અમદાવાદ શહેરમાં 2 તથા જામનગર સહિતના શહેરોમાં કેસ નોંધવામાં આવ્યા છે. તેમજ નાસતાં-ફરતાં આરોપીઓ સામે પણ કાર્યવાહી કરવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યમાં 20,000થી વધુ લોકોને શોધી કાઢવામાં આવ્યા છે, જેમની વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરવામાં આવશે.

વિઝા ફ્રોડમાં ધર્મેન્દ્ર અને તેલ ચોરી કૌભાંડમાં સંદીપ ગુપ્તાની ધરપકડ
કેટલાક કેસો અંગેની ચોક્સાઈપૂર્વકની માહિતી આપતા ભાટિયાએ ઉમેર્યું હતું કે અમે નાસતાં-ભાગતા આરોપી પૈકી વિઝા ફ્રોડમાં ધર્મેન્દ્ર નામના એક આરોપીને પકડ્યો છે. જયારે ઓએનજીસી તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપલાઇનોમાંથી તેલ ચોરીનું આયોજનપૂર્વકનું કૌભાંડ ચલાવતા અને દિલ્હીથી આ ઓપેરશન કરતા સંદીપ ગુપ્તા નામના આરોપીની મુંબઈથી ધરપકડ કરી છે. રાજ્યની એટીએસ દ્વારા પકડવામાં આવેલો આ આરોપીને ટૂંક સમયમાં ગુજરાત લાવવામાં આવશે, જેની પૂછપરછ બાદ એ માલુમ પડશે કે તેણે રાજ્યભરમાં કેવી રીતે તેલ ચોરી અંગેનું નેટવર્ક ઉભું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...