તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ કેન્સર ડે:ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અવિરત પ્રવાહ વહેતો રહ્યો

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
2575 દર્દીઓને વિવિધ પ્રકારની રેડીએશન થેરાપીની સારવાર અને 18996 કીમો થેરાપીની સારવાર આપવામાં આવી. - Divya Bhaskar
2575 દર્દીઓને વિવિધ પ્રકારની રેડીએશન થેરાપીની સારવાર અને 18996 કીમો થેરાપીની સારવાર આપવામાં આવી.
 • સિવિલ સંકુલની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 50 હજાર જેટલી કીમોથેરાપી અને 7 હજાર જેટલી રેડીયોથેરાપીની સારવાર કેન્સરગ્રસ્ત દર્દીઓ મેળવે છે

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલ ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં છેલ્લા ત્રણ વર્ષમાં વર્ષ 2018માં કેન્સર હોસ્પિટલમાં 17449 પુરુષ દર્દીઓએ, વર્ષ 2019માં 17444 અને કોરોનાકાળના વર્ષ 2020 માં 9912 પુરુષ દર્દીઓએ કેન્સરની સારવાર મેળવી છે.

જ્યારે સ્ત્રીઓમાં વર્ષ 2018 માં 11844 , વર્ષ 2019માં 12052 અને કોરોનાકાળના વર્ષ 2020માં 6932 દર્દીઓએ કેન્સરની સારવાર અમદાવાદ સિવિલ સંકુલની કેન્સર હોસ્પિટલમાં કરાવી.

કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2019માં 29499 જ્યારે વર્ષ 2018 માં 29293 કેન્સરગ્રસ્ત દર્દીઓએ કેન્સર હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. જેમાંથી વર્ષ 2019માં 28266 અને વર્ષ 2018માં 28054 પુખ્ત વયના દર્દીઓ, વર્ષ 2019માં 1233 અને વર્ષ 2018માં 1239 બાળ દર્દીઓનો સમાવેશ થાય છે. કેન્સર હોસ્પિટલમાં વર્ષ 2019માં 4107 અને વર્ષ 2018માં 4018અત્યંત જટીલ, રેર અને અતિગંભીર કહી શકાય તેવા પ્રકારની સર્જરીઓ હાથ ધરવામાં આવી. જ્યારે વર્ષ 2019માં 8138 અને વર્ષ 2018માં 8495 જેટલી સામાન્ય સર્જરી કરવામાં આવી હતી. વર્ષ 2019માં 6873 અને વર્ષ 2018માં 7238 દર્દીઓએ રેડીએશન થેરાપી અને વર્ષ 2019માં 49611 , વર્ષ 2018માં 50136 દર્દીઓએ કીમો થેરાપીની સારવાર મેળવી હતી.

ફક્ત કોરોનાકાળનો ચિતાર જોવામાં આવે તો કેન્સર હોસ્પિટલમાં 10199 કેન્સરના કેસ નોંધાયા હતા જેમાંથી 9629 પુખ્તવયના દર્દીઓ અને 570 બાળકોનો સમાવેશ થાય છે. અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 1409 અત્યંત ગંભીર પ્રકારની જટિલ કેન્સર સર્જરીઓ હાથ ધરવામાં આવી જ્યારે 2199 સામાન્ય સર્જરીઓ કરવામાં આવી હતી. કેન્સરના ભોગ બનેલા દર્દીઓને અત્યંત જરૂરી સારવાર એવી રેડીએશન થેરાપી અને કિમો થેરાપી પર નજર નાંખીએ તો 2575 દર્દીઓને વિવિધ પ્રકારની રેડીએશન થેરાપીની સારવાર અને 18996 કીમો થેરાપીની સારવાર આપવામાં આવી.

સમગ્ર ગુજરાતના કેન્સર હોસ્પિટલના મુખ્ય કેન્દ્ર એવા જી.સી.આર.માં નોંધાયેલા આંકડા પ્રમાણે વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી 21.81 % દર્દીઓને મોંઢાનું, 10.89 % દર્દીઓને જીભના ભાગનું, 9.74% દર્દીઓને ફેફસાનું, 4.27% દર્દીઓને અન્નનળીનું અને 3.98 દર્દીઓમાં લ્યુકેમીયાનું કેન્સર જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં 21.58 % સ્તનનું(બ્રેસ્ટ) કેન્સર, 14.23% ગર્ભાશયનું કેન્સર, 7.72% મોઢાનું અને 5.13 ટકા સ્ત્રીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો