ગુજરાત બજેટ 2022 આજે રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટનું રજૂ કર્યું છે. બપોરે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટને લઈને આવી પહોંચ્યા હતા. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા પણ લાદવામાં આવ્યા નથી.
નાણામંત્રીએ બજેટ ભાષણની શરૂઆત કરતાં કહ્યું હતું કે સમગ્ર દેશમાં કોરોનામાં 177 કરોડથી વધુના રસી ડોઝ નિઃશુલ્ક આપ્યા છે. પડકારો અમને હંફાવી ન શક્યા, અમે પરિશ્રમથી પ્રગતિની કેડી કંડારી છે, અમે અમૃતકાળની વાત પકડી છે.
દિવ્યાંગોના પેન્શનમાં વધારો
કયા ક્ષેત્ર માટે કેટલી જોગવાઈ
બીજી હરોળમાંથી નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું
પટેલ સરકારના અંતિમ બજેટને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પ્રથમ વખત 1 વાગે રજૂ કર્યું છે. વિધાનસભા ગૃહની બેઠક વ્યવસ્થામાં નાણામંત્રી કનુભાઈ બીજી હરોળમાંથી બજેટ રજૂ કર્યું હતું. જ્યારે પ્રથમ હરોળમાં મુખ્યમંત્રી સાથે રાજેન્દ્ર ત્રિવેદી, જિતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ બેઠા હતા.
કોંગ્રેસનું વિરોધપ્રદર્શન
બજેટસત્રના બીજા દિવસે વિધાનસભા બહાર વિપક્ષ નેતા સુખરામ રાઠવાની આગેવાનીમાં કોંગ્રેસે વિરોધપ્રદર્શન કર્યું હતું, જેમાં તાપી-પાર-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવાની માગણી કરવામાં આવી હતી.
બજેટ ઓનલાઇન રજૂ કરવાના અરમાન ફરી એકવાર અધૂરા
ગુજરાત વિધાનસભામાં આ વખતનું બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે સરકારના કેટલાક અધિકારીઓએ રાતે ઉજાગરા કર્યા, પણ અંતે એના અરમાન અધૂરા રહી ગયા છે. બજેટ ઓનલાઇન રજૂ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી સચિવકક્ષાના અધિકારીઓએ તેમની ટીમ સાથે મોડી રાત સુધી ઉજાગરા કરીને IFMS-2 નામના સોફ્ટવેર મારફત તનતોડ મહેનત કરી હતી, જેમાં બજેટલક્ષી કેટલીક ઝીણી ઝીણી બાબતો કેટલાક વિભાગોમાંથી સમયસર અને વ્યવસ્થિત ના આવતાં સંપૂર્ણ બજેટને સોફ્ટવેરમાં સમાવવામાં મોડું થઈ ગયું હતું. પરિણામે, ફરી એકવાર ગુજરાતનું બજેટ ઓનલાઈન રજૂ કરવામાં સરકાર ઊણી ઊતરી હતી.
જેથી આજે 12 વાગે વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ એક કલાકની પ્રશ્નોત્તરી પછી એટલે કે 1 વાગે નાણામંત્રી બજેટ રજૂ કર્યું હતું.આ બજેટની સૌથી રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવાનું પ્રથમ બજેટ હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.