બાપા કોરોના સામે જીત્યા:ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ 95 વર્ષીય કેશુભાઈ પટેલે 10 દિવસમાં કોરોનાને હરાવ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલે 94 વર્ષની વયે કોરોનાને મ્હાત આપી છે. 18 સપ્ટેમ્બરના રોજ કેશુબાપા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બાપા હોમ ક્વોરન્ટીન થયા હતા. આજે 10 દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

કેશુભાઈ પટેલના કેર ટેકર સ્વેતલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ કેશુબાપાએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવતાં તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બાપાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાના સમાચાર મળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેશુબાપાના પુત્ર સાથે વાત કરી હતી અને સારવારમાં કોઈ કચાસ નહીં રહે એવી ખાતરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ત્યારે આરોગ્ય વિભાગને કેશુભાઈ પટેલનું ધ્યાન રાખવા સૂચના આપી હતી.

ગુજરાત ભાજપના સંગઠન અને સરકારના 32 નેતા સંક્રમિત
અત્યારસુધીમાં ભાજપના એક રાજ્યસભા સાંસદ, ચાર લોકસભા સાંસદ, એક પૂર્વ મુખ્યમંત્રી, ત્રણ મંત્રી સહિત 16 ધારાસભ્ય, મેયર(રાજકોટ) ડેપ્યુટી મેયર(અમદાવાદ) અને સંગઠનના 8થી વધુ હોદ્દેદારો કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે.

નામહોદ્દો
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીના બહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો

નામહોદ્દો
સી.આર.પાટીલપ્રદેશ પ્રમુખ
ભરત પંડ્યાપ્રદેશ પ્રવક્તા
પ્રદીપસિંહ વાઘેલાપ્રદેશ મંત્રી
પરેશ પટેલપ્રદેશ કાર્યાલય મંત્રી
મોના રાવલહિલા મોરચાના કાર્યાલય મંત્રી
જગદીશ મકવાણાસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી
સત્યદીપસિંહ પરમારસુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી
દિલીપ પટેલસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ
અન્ય સમાચારો પણ છે...