તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપને ભાન થયું:ચૂંટણીમાં ભાન ભૂલ્યા અને હવે વેક્સિનેશન માટે MLA, કોર્પોરેટરો-પેજપ્રમુખોને મેદાને ઉતાર્યાં, રસીકરણ કરાવવા 1.86 લાખ કાર્યકરો કામે લાગ્યા

અમદાવાદ12 દિવસ પહેલા
એક વૃદ્ધાના વેક્સિનેશન સમયે સી.આર.પાટીલ(પાછળ)
  • ગાંધીનગર મનપાનો ચૂંટણી પ્રચાર સંક્રમણ ના વધે તે રીતે કરીશું: પાટીલ
  • ભાજપ દ્વારા 4500થી વધુ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા

રાજ્યમાં કોરોના દરરોજ નવો હાઈ બનાવી રહ્યો છે અને 2300થી વધુ કેસો નોંધાય રહ્યાં છે. ફેબ્રુઆરીમાં 300ની અંદર કેસો નોંધાતા હતા. પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન નેતાઓએ રેલીઓ અને સભાઓ યોજી કોરોનાને વકરવા માટે મોકળું મેદાન આપ્યું હતું. ચૂંટણીઓ દરમિયાન બેફામ બનેલા ભાજપના નેતાઓને હવે ભાન થવા લાગી છે અને રસીકરણ માટે ચૂંટણીની જેમ પેજ પ્રમુખોને મેદાને ઉતાર્યા છે. તેની સાથે સાથે શહેરોમાં પણ ભાજપના કોર્પોરેટરો પણ રસીકરણ માટે લોકોને કેન્દ્ર પર લઈ જઈ રહ્યાં છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કહ્યું કે, ભાજપ દ્વારા 4500થી વધુ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 1,86,967 કાર્યકરો અને પેજ પ્રમુખો લોકોને રસીકરણ કેન્દ્ર પર લાવવા મુકવાની કામગીરી કરી રહ્યા છે. ગાંધીનગર મનપાનો ચૂંટણી પ્રચાર પણ સંક્રમણ ના વધે તે રીતે કરીશું.

અમદાવાદની ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર લોકોને રસીકરણ માટે કેન્દ્ર પર લાવ્યા હતા.
અમદાવાદની ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર લોકોને રસીકરણ માટે કેન્દ્ર પર લાવ્યા હતા.

MLA, કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ સોસાયટીઓમાં ફરી રહ્યા છે
હાલ 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યમાં પણ વેક્સિનેશન માટે અલગ અલગ જગ્યાએ ડોમ ઉભા કરી દેવામાં આવ્યા છે. સરકારી હોસ્પિટલ અને અર્બન સેન્ટર પર પણ વેક્સિનેશન માટે મેડિકલ ટીમને ગોઠવી દેવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ કાર્યકર્તાઓને રસીકરણ અંગે લોકો સુધી માહિતી પહોંચાડવા અને વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા માટેની સૂચના આપી છે. જેમાં સ્થાનિક લેવલે ધારાસભ્ય, કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ તેમના વિસ્તારમાં સોસાયટી-મહોલ્લા જઈને વેક્સિનેશન માટેની જાગૃતિ ફેલાવી રહ્યા છે.

કોરોના વેક્સિન લેનારા એક વૃદ્ધા સાથે સી.આર.પાટીલ
કોરોના વેક્સિન લેનારા એક વૃદ્ધા સાથે સી.આર.પાટીલ

મહિલા કાર્યકરો પણ વેક્સિન અંગે માહિતી આપી રહી છે
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટરોએ પણ વેક્સિન અંગે જાગૃતિ ફેલાવવા માટે સવારથી જ સોસાયટીઓમાં જઈને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે સાથે અર્બન સેન્ટર અને કોરોના ટેસ્ટિંગ ડોમની પણ મુલાકાત લઈ રહ્યા છે. લોકોને તકલીફ પડે તો તેઓ તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે. આ વોર્ડના મહિલા કાર્યકરો પણ કોર્પોરેટર સાથે જોડાઈને લોકોને વેક્સિન અંગે માહિતી આપી રહી છે.

ગ્રુપ મીટિંગ કરી સોસાયટીમાં જ કેમ્પ કરવાની વ્યવસ્થા ગોઠવે છે
આ અંગે ઇન્ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર ભાવિક પટેલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે દેશમાં કોરોના કહેર યથાવત છે, જેને લઈને લોકોએ હવે તકેદારી રાખવી પડશે. જેમાં વેક્સિન પણ કોરોના સામે રક્ષણ મેળવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. અમને પાર્ટીની સૂચના હતી કે વિસ્તારમાં આ અંગે જાગૃતિ ફેલાવવી જોઈએ. જોકે એક જનપ્રતિનિધિ તરીકે વેક્સિન માટે લોકોને સમજાવી વેક્સિનેશન માટે તૈયાર કરવાની મારી પણ ફરજ છે. અમે તો સોસાયટીએ જઈને ગ્રુપ મીટિંગ પણ કરીને તમામ લોકો સંમત હોય તો તેમની સોસાયટીમાં કોરોના વેક્સિનેશનના કેમ્પની વ્યવસ્થા કરીએ. જેથી તેઓએ ક્યાંય જવું ન પડે અને તેમના ઘર આંગણે જ તેમને વેક્સિન મળી રહે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો