તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં 6 મનપા બાદ યોજાનારી 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 56 નગરપાલિકા માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે, જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. બીજા તબક્કાની આ ચૂંટણીના ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની 7 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી દરમિયાન પાર્લમેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠક બાદ હવે પંચાયત અને પાલિકાના મુરતિયાઓની જાહેરાત કરવામાં આવશે. આ પહેલાં ભાજપે 6 મનપા માટે 576 ઉમેદવાર જાહેર કર્યા હતા. જોકે ઉમેદવારો જાહેર થતાં જ કાર્યકરોમાં નારાજગી જોવા મળી હતી અને બળવો કરવાના મૂડમાં આવી ગયા હતા, જેને પગલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમજાવટના પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા. આ નારજગીને ધ્યાનમાં લઈ આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોની માફી માગી છે.
પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે જેમને ટિકિટ નથી આપી શકાઇ એ તમામ કાર્યકર્તાઓની હું હૃદયપૂર્વક માફી માગું છું, એ સક્ષમ હોવા છતાં ટિકિટની મર્યાદા હોવાને કારણે અમે તેમને સમાવી શક્યા નથી. પૂર્ણ આશા છે કે એ સૌ આ ઇલેક્શનમાં પૂરી તાકાત સાથે ભાજપના ઉમેદવારોને જિતાડવા તનતોડ મહેનત કરશે અને પાર્ટીના ઉમેદવારોને જિતાડશે.
જેમને ટિકિટ નથી આપી શકાઈ એ તમામ કાર્યકર્તાઓની હું હૃદયપૂર્વક માફી માગું છું, એ સક્ષમ હોવા છતાં ટિકિટની મર્યાદા હોવાને કારણે અમે તેમને સમાવી શક્યા નથી. પૂર્ણ આશા છે કે એ સૌ આ ઇલેક્શનમાં પૂરી તાકાત સાથે ભાજપનાંઉમેદવારોને જિતાડવા તનતોડ મહેનત કરશે અને પાર્ટીનાંઉમેદવારોને જિતાડશે. pic.twitter.com/AGUXFtY942
— C R Paatil (@CRPaatil) February 10, 2021
મહાનગરો કરતાં ગામડાંનું રાજકારણ અલગ
સ્થાનિક સ્વરાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં પક્ષની ભેદરેખા અત્યંત પાતળી હોય છે અને છેલ્લાં પાંચ વર્ષમાં આ પ્રકારના અનેક પક્ષાંતરો થયા છે. ગ્રામીણક્ષેત્રનું રાજકારણ મહાનગરો કરતાં અલગ હોય છે અને ત્યાં વ્યક્તિગત સંબંધો તથા વ્યક્તિગત વર્ચસ્વ વધુ ભૂમિકા ભજવતાં હોય છે, જેથી આ માપદંડથી રહી ગયેલા લોકોની ભૂમિકા શું હશે એ અંગે પણ ભાજપમાં ચર્ચા છે અને નવાં સમીકરણો બને એવી શક્યતા પણ નકારાતી નથી.
કુલ 6,590 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા | સંખ્યા | વોર્ડસંખ્યા | બેઠકો | ભાજપ | કોંગ્રેસ | અન્ય |
મહાનગરપાલિકા | 6 | 144 | 576 | 385 | 183 | 8 |
નગરપાલિકા | 56 | 680 | 2,088 | 984 | 587 | 517 |
જિલ્લા પંચાયત | 31 | 988 | 988 | 292 | 472 | 224 |
તાલુકા પંચાયત | 231 | 4,778 | 4,778 | 1,718 | 2,102 | 958 |
કુલ | 324 | 6,590 | 8,430 | 3,379 | 3,344 | 1,707 |
3.89 લાખ કર્મચારીઓ-પોલીસ ઇલેક્શન ડ્યૂટીમાં જોડાશે
વિગત | મહાપાલિકા | નગરપાલિકા | જિલ્લા પંચાયત | તાલુકા પંચાયત | કુલ |
વોર્ડ | 144 | 680 | 980 | 4773 | 6577 |
બેઠકો | 576 | 2720 | 980 | 4773 | 9049 |
મતદારો | 1.23 કરોડ | 46.89 લાખ | --- | 2.50 કરોડ | 4.09 કરોડ |
મતદાન મથકો | 11477 | 4,848 | ----- | 31,370 | 47,695 |
સંવેદનશીલ મથકો | 3851 | 1,400 | ---- | 6,443 | 11,694 |
અતિસંવેદનશીલ મથકો | 1656 | 959 | ---- | 3532 | 6147 |
ઇવીએમ | 13946 | 6990 | ----- | 70780 | 91716 |
કર્મચારીઓ | 62236 | 27948 | ---- | 193863 | 284047 |
પોલીસ-સ્ટાફ | 31230 | 9714 | ---- | 64500 | 105444 |
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.