તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિશન 2022:ગુજરાત ભાજપના મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાં નામ જાહેર, પ્રદીપસિંહ વાઘેલા સહિતના પ્રદેશ મહામંત્રીઓને ઝોન ફાળવણી કરી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ડાબેથી પ્રદીપસિંહ વાઘેલા અને વિનોદ ચાવડાની ફાઈલ તસવીર.
  • પ્રદેશ મીડિયા સહ-કન્વીનર કિશોર મકવાણા પ્રદેશના સહ-પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવશે
  • પ્રશાંત કોરાટને યુવા મોરચાના પ્રમુખ બનાવાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાનદાર વિજય મેળવ્યા બાદ હવે ગુજરાત ભાજપે પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાં નામ જાહેર કર્યાં છે. પ્રદેશ મહામંત્રીઓની વાત કરીએ તો પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, પ્રદેશ કાર્યાલય અને અમદાવાદ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભાર્ગવ ભટ્ટને મધ્યઝોન તેમજ રજની પટેલને કચ્છ અને ઉત્તર ઝોનની અને વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપી છે તેમજ પ્રદેશ મીડિયા સહ-કન્વીનર કિશોર મકવાણા હવેથી પ્રદેશના સહ-પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવશે.

ભાજપે કરેલી ઝોનની ફાળવણી અને પ્રદેશ મોરચાના પ્રમુખોના નામ
ભાજપે કરેલી ઝોનની ફાળવણી અને પ્રદેશ મોરચાના પ્રમુખોના નામ

12 જાન્યુ.એ 9 પ્રદેશ હોદ્દેદારોના નામ જાહેર કર્યાં હતા
આ પહેલા 12 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનોના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા. જેમાં ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર એસ.પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી.

નામજવાબદારી
ડો.ભરત બોઘરાપ્રદેશ ઉપપ્રમુખ
મહેન્દ્ર એસ.પટેલપ્રદેશ ઉપપ્રમુખ
જયશ્રીબેન લીલાધર દેસાઈપ્રદેશ મંત્રી
યમલ વ્યાસપ્રદેશ મુખ્ય પ્રવક્તા
ડો.યજ્ઞેશ દવેપ્રદેશ મીડિયા પ્રભારી
કિશોર મકવાણાપ્રદેશ સહ મીડિયા પ્રભારી
નિખિલ વિનોદભાઈ પટેલપ્રદેશ કન્વીનર, આઈ.ટી.
સિદ્ધાર્થ પી.પટેલપ્રદેશ કન્વીનર, સોશિયલ મીડિયા
મનન દાણીપ્રદેશ સહ કન્વીનર, સોશિયલ મીડિયા

7 જાન્યુ.એ 5 મહામંત્રી સહિત 22 સભ્યોની ટીમ જાહેર કરી હતી
આ પહેલા 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશ મંત્રી તથા એક ખજાનચી અને એક સહ ખજાનચીની નિમણૂંક કરાઇ હતી. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તથા મંત્રી પદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.

ગુજરાત ભાજપના 7 ઉપપ્રમુખ

ક્રમાંકઉપપ્રમુખ
1ગોરધન ઝડફિયા
2જયંતિ કવાડિયા
3મહેન્દ્ર સરવૈયા
4નંદાજી ઠાકોર
5કૌશલ્યા પરમાર
6

જનક બગદાણાવાળા

7વર્ષા દોશી

ગુજરાત ભાજપના 13 મહામંત્રી

ક્રમાંકમહામંત્રી
1

ભીખુ દલસાણિયા (સંગઠન )

2ભાર્ગવ ભટ્ટ
3રજની પટેલ
4પ્રદીપ વાઘેલા
5વિનોદ ચાવડા
6મહેશ કસવાલા
7રઘુ હુંબલ
8પંકજ ચૌધરી
9શિતલ સોની
10ઝવેરીભાઈ ઠકરાર
11નૌકા પ્રજાપતિ
12જાનવી વ્યાસ
13કૈલાસ પરમાર

ગુજરાત ભાજપના 2 કોષાધ્યક્ષ

ક્રમાંકકોષાધ્યક્ષ
1સુરેન્દ્ર પટેલ
2ધર્મેન્દ્ર શાહ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો