તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત ભાજપમાં હલચલ:સોમવારે ટીમ પાટીલની પહેલી કારોબારી બેઠક, પ્રદેશ પ્રમુખના દિલ્હીમાં ધામા, ચૂંટણીથી લઈ સરકારમાં ફેરબદલની થશે ચર્ચા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી પ્રદેશ પ્રમુખ પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ - Divya Bhaskar
ડાબેથી પ્રદેશ પ્રમુખ પાટીલ, મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
  • અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ પાટીલ પણ દિલ્હીમાં
  • સી.આર.પાટીલ 23મી જૂનથી દિલ્હીમાં

છેલ્લા 15 દિવસથી ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપમાં હાલ એક બાદ એક બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ રાજકીય હલચલ વચ્ચે સોમવારે કામલમમાં પ્રદેશ પ્રમુખ પાટીલની ટીમની પહેલી કારોબારીની બેઠક મળશે. આ કારોબારી બેઠકમાં આગામી દિવસોમાં સંગઠનની નવરચનાની જેમ સરકારમાં પણ ફેરબદલની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવામાં આવશે.

છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં ભારે હલચલ શરૂ થઈ છે, ભાજપના પ્રભારીથી લઇને પક્ષના ચાણક્ય અમિત શાહે સતત બે દિવસ સુધી બેઠકો કરી હતી. ત્યારબદ પક્ષ પ્રમુખ પાટીલ પણ 23મી જૂને દિલ્હી રવાના થયા હતા.

સંગઠનના હોદ્દેદારો સાથે સી.આર.પાટીલ
સંગઠનના હોદ્દેદારો સાથે સી.આર.પાટીલ

અમિત શાહે એક બાદ 6 બેઠકો યોજતા રાજકીય માહોલ ગરમાયો
આ પહેલા 21 અને 22 જૂનના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ પાટીલ, મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે એક બાદ એક 6 બેઠકો યોજી હતી.

ગુજરાતની મુલાકાત દરમિયાન અમિત શાહ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી
ગુજરાતની મુલાકાત દરમિયાન અમિત શાહ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

શાહે 21મીએ રૂપાણી-નીતિન પટેલ સાથે એક કલાક બેઠક યોજી
21મી જૂને અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક જ ગાડીમાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાથે પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સાથે બંધ બારણે એક કલાક સુધી બેઠક કરી હતી. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ હતી. તેમજ આ બેઠકને લઈ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા થવા લાગી છે.

‘આપ’-પાટીદારો મામલે નીતિન પટેલ સાથે અલગથી બેઠક કરી હતી
આ દરમિયાન અમિત શાહે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ બેઠક કરી હોવાની વાતથી ભાજપમાં ચર્ચાઓ તેજ બની ગઈ હતી. ખાસ કરીને અને હાલમાં ‘આપ’ના આગમન તથા પાટીદાર ફેક્ટરના મામલે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચની ચર્ચા બહુ મહત્વની પુરવાર થઈ શકે છે.

રાજ્યપાલ સાથેની બેઠક સૂચક
આ ઉપરાંત અમિત શાહની ગુજરાતના રાજ્યપાલ સાથેની સૌજન્ય મુલાકાતને રાજકીય વર્તુળોમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. આ મુલાકાત બાદ આગામી દિવસોમાં ગુજરાત સરકારમાં તથા રાજકીય ક્ષેત્રે મહત્વના ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી...!

દિલ્હીથી જ શાહ બ્લુ પ્રિન્ટ લઈને આવ્યા
આ પ્રકારનું આયોજન તાબડતોબ કરવામાં આવ્યું હોય એ શક્ય નથી. આ તમામ બેઠકો અને સમીક્ષાના પ્લાનની બ્લુ પ્રિન્ટ અમિત શાહ દિલ્હીથી જ લઈને આવ્યા હતા. ફરક માત્ર એટલો જ હતો કે આ પ્રકારની જાહેરાત અગાઉથી કરાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...