તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદર કી બાત:ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી, નીતિન પટેલે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો, પક્ષમાં બન્યો ચર્ચાનો વિષય

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાબેથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ - Divya Bhaskar
ડાબેથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ પાટીલ
  • અખબારી યાદીમાં પાટીલ અને નીતિન પટેલના ભાષણને વિસ્તૃત આપવામાં આવ્યા
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણને માત્ર ત્રણ-ચાર લીટીમાં જ પૂરું કરી દેવામાં આવ્યું

ગુજરાત ભાજપની ટીમ પાટીલની પ્રથમ કારોબારીની બેઠક યોજાઈ છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ હોદ્દેદારો સહિતના સ્ભ્યો હાજર રહ્યા હતા.પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કારોબારીની બેઠકમાં કોરોના વડાપ્રધાન મોદીની કામગીરીના વખાણની સાથે રાજ્યમાં યોજાયેલી ચૂંટણીઓમાં કાર્યકરોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી. એટલું જ નહીં આજની બેઠકમાં રાજકીય પ્રસ્તાવ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કર્યો હતો, જેમાં પણ કેન્દ્રની કામગીરીની પ્રશંસા કરી હતી. જ્યારે મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની કામગીરીની છણાવટ કરી હતી.

નીતિન પટેલે રાજકીય પ્રસ્તાવ રજૂ કરતા પક્ષમાં ચર્ચાઓ
ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલે બનાવેલી કારોબારીની પ્રથમ વર્ચ્યુઅલ બેઠક મળી હતી. બે કલાક જેટલી ચાલેલી આ બેઠક અંગે ભાજપ મીડિયા ટીમ દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદીમાં પાટીલ અને નીતિન પટેલના ભાષણને વિસ્તૃત આપવામાં આવ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભાષણને માત્ર ત્રણ-ચાર લીટીમાં જ પૂરું કરી દેવામાં આવ્યું હતું. આજની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા રાજકીય પ્રસ્તાવ રજૂ કરવાની ઘટના ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

કારોબારીમાં ઉપસ્થિત ભાજપના નેતાઓ
કારોબારીમાં ઉપસ્થિત ભાજપના નેતાઓ

ભાજપે હંમેશા કમિટમેન્ટ પાળ્યા છેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધનમાં રાજ્ય સરકારના નિર્ણયો અને સંગઠન સાથેના સંકલન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપે હંમેશા કમિટમેન્ટ પાળ્યા છે. પછી એ રામ મંદિર હોય કે કલમ 370. કોરોનાકાળમાં પ્રધાનમંત્રી મોદીની સમય સુચકતા અને નિર્ણયોના કારણે જનતાનો ભરોસો વધ્યો છે.

ડાબેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણિયા, પ્રદિપસિંહ જાડેજા
ડાબેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણિયા, પ્રદિપસિંહ જાડેજા

કોરોનાકાળમાં સંગઠને સારા કામ કર્યાં: નાયબ મુખ્યમંત્રી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકીય પ્રસ્તાવ રજૂ કરતા કહ્યું કે, કોરોના મહામારીમાં વર્ચ્યુઅલ કારોબારી મળી રહી છે. કોરોના કાળે ઘણી બધી સામાન્ય આદતો બદલાઈ છે. કોરોનાકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા, બાળકો એ માતાપિતા ગુમાવ્યા તો માતા-પિતાએ બાળકો ગુમાવ્યા છે. અંતિમ વિધિમાં સ્વજનનું મોઢું જોવા માટે કેટલાય લોકોના ફોન આવ્યા હતા. આખા દેશમાં આ પ્રકારની ગંભીર સ્થિતિ હતી. તેમજ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સંગઠને કોરોનાકાળમાં કરેલી કામગીરીનો પણ આભાર માન્યો હતો.

પાટીલે પીએમ મોદીનો આભાર માન્યો
જ્યારે સી.આર. પાટેલે કોરોનાકાળમાં પ્રધાનમંત્રી મોદીએ લીધેલા નિર્ણયો અને ઓક્સિજનના પુરવઠા માટેની વ્યવસ્થા માટે આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે
પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશીના કારણે ભારતમાં કોરોનાથી જાનહાનિ ઘટી અને લોકોને મદદ પહોંચી શકી.

અન્ય સમાચારો પણ છે...