મિશન@150:ગુજરાત ભાજપના મહિલા મોરચાની 162 સભ્યોની જમ્બો પ્રદેશ કારોબારી જાહેર, જુઓ સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા - Divya Bhaskar
પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા
  • મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવાએ જાહેર કરી પ્રદેશ કારોબારી

ગુજરાતમાં ગત જૂન મહિનાથી જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપ આગામી વિધાનસભા ચૂંટણીમાં મિશન 150 પાર પાડવા સંગઠનમાં ફેરફારો કરવાથી લઈ જનતા સુધી જવા માટે કાર્યકરો અને આગેવાનોને આદેશો કરી રહ્યો છે. જ્યારે પ્રદેશ પ્રમુખ પાટીલ પણ સંગઠનને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. જેના ભાગરૂપે બુધવારે મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો.દીપિકાબેન સરડવા દ્વારા મહિલા મોરચાના પ્રદેશ કારોબારી,પ્રદેશ આમંત્રિત અને પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા કુલ 162 સભ્યોની પ્રદેશ કારોબારી જાહેર કરવામાં આવી છે.

માર્ચમાં 283 સભ્યોની જમ્બો કારોબારી જાહેર કરી હતી
આ પહેલા માર્ચ 2021માં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી હતી. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ કર્યો હતો. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

12 જાન્યુ.એ 9 પ્રદેશ હોદ્દેદારોના નામ જાહેર કર્યાં હતા
આ પહેલા 12 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનોના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા. જેમાં ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર એસ.પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી.

7 જાન્યુ.એ 5 મહામંત્રી સહિત 22 સભ્યોની ટીમ જાહેર કરી હતી
આ પહેલા 7 જાન્યુઆરીએ પાટીલે જાહેર કરેલી નવી ટીમમાં પાંચ મહામંત્રી, સાત પ્રદેશ ઉપાધ્યક્ષ જ્યારે 8 પ્રદેશ મંત્રી તથા એક ખજાનચી અને એક સહ ખજાનચીની નિમણૂંક કરાઇ હતી. આ સંગઠનમાં છ મહિલા નેતાઓને તક મળી છે. આ સંગઠન માળખામાં ભીખુભાઇ દલસાણીયા, ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલને મહામંત્રી બનાવાયા છે. તો ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા તથા મંત્રી પદે ઝવેરી ઠકરાર અને પંકજ ચૌધરીને મંત્રીપદે રાખવામાં આવ્યા હતા.