હાઈટેક બૂટલેગર:ગુજરાતનો સૌથી મોટો બૂટલેગર બંસી 11 લક્ઝુરિયસ કાર સાથે ઝડપાયો, કોઈ ટ્રેસ ન કરી શકે તે માટે VoIP ટેકનોલોજી વાપરતો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિનોદ સિંધીના પકડાયેલા મુખ્ય સાગરીત બંસી રીતસર કંપની ફોર્મેટમાં દારૂનો વેપાર કરતો હતો: DCP અચલ ત્યાગી
  • કોલ સેન્ટરની જેમ બૂટલેગર જેક સિસ્ટમ ઉપયોગ કરી તેના મળતીયા સાથે ઇન્ટરનેશનલ નંબરથી વાત કરતો

લતીફના સમયમાં જે રીતે આખા ગુજરાતમાં દારૂનો વેપાર થતો હતો તેવો જ વેપાર ફરી ગુજરાતમાં શરૂ થયો છે.પણ આ વખતે જૂની પુરાણી સ્ટાઈલથી નહીં પણ ટેક્નોલોજીના ઉપયોગ સાથે રીતસર કંપની ફોર્મેટમાં હિસાબ-કિતાબ રાખીને દારૂનો વેપાર થતો હોવાનું અમદાવાદના સૌથી મોટા દારૂના ડીલર બંસીની ધરપકડમાં ખુલ્યું છે. તે દારૂનો ધંધા કરવા માટે કોલ સેન્ટરમાં વપરાતી 'જેક' ટેક્નોલોજી વાપરતો હતો. એટલું જ નહીં, ધંધાના હિસાબો પણ કંપની ફોર્મેટમાં રાખતો હતો.

રેકેટમાં સંકળાયેલા કોઈને પણ નહીં છોડાય: DCP
આ સમગ્ર તપાસ સાથે સંકળાયેલા ડીસીપી અચલ ત્યાગીએ જણાવ્યું છે કે, દારૂનો ધંધો કંપની ફોર્મેટ હિસાબ રાખવામાં આવતો હતી. તેનો આવક-જાવકના હિસાબ અને ખરીદીની સાથે હાઈટેક ટેક્નોલોજીના ઉપયોગ પણ આ દારૂના વેપારમાં સામેલ છે. જ્યારે આ રેકેટમાં સંકળાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે અને હાલ તપાસ 20 લોકોના નામ ખોલી દીધા છે.

સામાન્ય ટપોરીમાંથી દારૂનો માફિયા બની બેઠો
ગુજરાતમાં હાલ વિનોદ સિંધી સૌથી મોટો દારૂનો ડીલર છે. પણ અગાઉ કમલેશ ભૈયા સાથે સંકળાયેલા બંસી મારવાડીને હાલ કમલેશ ભૈયાની જગ્યા લઈને લતીફ બનવા તરફ આગળ વધી રહ્યો છે અને તેને કેટલાક બેઇમાન પોલીસવાળા મદદ પણ કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે બંસીને 11 લક્ઝુરિયસ કાર સાથે ડીસીપી ઝોન 5ની ટીમે ઝડપી લીધો છે. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સામાન્ય ટપોરીથી લતીફની જેમ તે અમદાવાદમાં દારૂના માફિયા બની ગયો અને તેણે પૂર્વ વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પણ ઉભી કરી હતી.

દારૂ પકડાય અને વાહન છોડવું પડે તે પણ ખર્ચનો ઉલ્લેખ
બંસી મારવાડીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું કે, બંસી અમદાવાદમાં એક માત્ર દારૂનો ડીલર હતો. તે વિનોદ સિંધી પાસેથી દારૂ ખરીદતો હતો અને અમદાવાદના અલગ અલગ લોકો મારફતે દારૂ સપ્લાય કરતો હતો. બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો. જેનો વ્યવસ્થિત હિસાબ પણ લખતો હતો. જેમાં આવક ખર્ચ સહિતના હિસાબો પોલીસને મળ્યા છે. જેમાં દારૂ માટે ખરીદેલી ગાડીઓના હિસાબ તેની સાથે દારૂ પકડાય અને પછી કોઈ વાહન છોડીને જવું પડે તે ખર્ચનો પણ ઉલ્લેખ છે. તે કોને કેટલા રૂપિયા ચૂકવ્યા દરેક બાબતનો હિસાબ પોલીસને નામ સહિત મળ્યા છે, જે હવે પોલીસની તપાસમાં બહાર આવશે.

બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો
બંસીએ એક કંપની ફોર્મેટની જેમ દારૂનો વેપાર ચલાવતો હતો

voip સિસ્ટમ વાપરતા તેથી ટ્રેસ કરવા મુશ્કેલ હતા
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંસી અને તેના સાગરિતો સીધા કોલ કરવાના બદલે voip સિસ્ટમનો ઉપયોગ કરતા હતા. તેની સાથે તેઓ કોલ સેન્ટરમાં જે રીતે વિદેશના નાગરિકને છેતરવા માટે જેક (ટેક્નોલોજી)નો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. જેનાથી તેઓ કોઈને ફોન કરે તો અમેરિકા, કેનેડા, સિંગાપોરના નંબર ડિસ્પ્લે થતાં હતા. તેમજ કોઈ ટ્રેસ કરી શકતા ન હતા.

મદદ કરતા પોલીસના નામ કહી દીધા
સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસે જ્યારે બંસીની પૂછપરછ કરી રહી હતી, ત્યારે તે કઈ રીતે નાના ટપોરીથી હોલસેલ દારૂનો ડીલર બન્યો તે વિગત પણ જાણવા મળી છે. અને તેને કેટલાક બેઇમાન પોલીસ વિશે પણ પોલીસ સમક્ષ વિગતો જણાવી છે. હાલ 20 જેટલા બંસીની સાથે અમદાવાદમાં સંકળાયેલા કે સીધા કે આડકતરી રીતે તેને મદદ કરતા હતા. એમના નામ તપાસ કરતી ટીમે ખોલી દીધા છે. અને તેની સાથે તેના મળેલા હિસાબ અનેક લોકોની રાતની ઊંઘ ઉડાડી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...