વેક્સિનેશનમાં સિદ્ધિ:કોવિડ-19 વેક્સિન ડોઝ આપવામાં પ્રતિ 100ની વસ્તીએ ગુજરાતે USA, ફ્રાન્સ સહિતના વિકસિત દેશોને પણ પાછળ રાખ્યા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા
  • ફ્રાન્સમાં 166.9, યુ.એસ.એમાં 138.4, જર્મની 153.6, કેનેડા 164.7, ઇટાલી 159, નેધરલેન્ડ 168.8 ડોઝ

વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે યુ.એસ.એ, ફ્રાન્સ સહિત વિશ્વના વિકસિત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર 100ની વસ્તીએ ગુજરાતમાં 169.2 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે, તે વિશ્વના વિકસિત દેશો કરતાં પણ વધુ અગ્રેસર છે.

ગુજરાતમાં પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા
ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ 100 વ્યક્તિએ 169.2 વેક્સિન ડોઝ અપાયા છે, તેની તુલનાએ ફ્રાન્સમાં 166.9, યુ.એસ.એમાં 138.4, જર્મની 153.6, કેનેડા 164.7, ઇટાલી 159, નેધરલેન્ડ 168.8 ડોઝની સંખ્યા ધરાવે છે.

વેક્સિન ડોઝ આપવામાં ગુજરાતથી રશિયા પણ પાછળ
ગુજરાત કરતાં અન્ય જે રાષ્ટ્રોમાં આવી સંખ્યા ઓછી છે, તેમાં ફિનલેન્ડ 167.5, સ્વીડન 165.8, મેક્સિકો 157.9 તેમજ સ્વિત્ઝર્લેન્ડ 148.8, સાઉદી અરેબિયા 147.9, હંગેરી 137, વિયેટનામ 130.7 અને રશિયા 107.3નો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ-ફ્રન્ટલાઇન વર્કર્સએ આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...