સન્માન:ગુજરાતના દરિયાકાંઠેથી સૌથી વધુ ડ્રગ્સ સીઝ કરવા બદલ ગુજરાત ATSના DYSP ભાવેશ રોઝિયાને DG કમન્ડેશન ડેસ્ક એવોર્ડ પ્રાપ્ત થયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એવોર્ડ સ્વીકારતાં ATSના DYSP ભાવેશ રોઝિયા - Divya Bhaskar
એવોર્ડ સ્વીકારતાં ATSના DYSP ભાવેશ રોઝિયા
  • સોમવારે 77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાનીઓને ઝડપ્યા હતાં
  • DYSP ભાવેશ રોજીયાએ 4500 કરોડનું 920 કિલો ડ્રગ્સ સીઝ કર્યું છે

ગુજરાત ATSના DYSPપી ભાવેશ રોઝિયાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડ પ્રાપ્ત થયો છે. સૌથી વધુ ડ્રગ્સ સીઝ કરવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરવામાં આવી હતી. જે બાદ તેમને ડીજી કમન્ડેશન ડેસ્ક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ગુજરાત પોલીસમાં હિમાંશુ શુક્લાને પણ DG કમન્ડેશન ડેસ્ક એવોર્ડ મળી ચૂક્યો છે. DYSP ભાવેશ રોઝિયાએ 920 કિલો ડ્રગ્સ સીઝ કર્યું છે. જેની અંદાજીત બજાર કિંમત 4500 કરોડથી વધુ છે. આ અગાઉ ભાવેશ રોઝિયાને ગેલેન્ટરી એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

ભાવેશ રોઝિયાએ બાતમીના આધારે 385 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ
ગુજરાતમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ATSના DYSP ભાવેશ રોઝિયાને મળેલી બાતમીના આધારે મોડી રાત્રે કચ્છના જખૌ દરિયાકિનારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ‘અલ હુસેની’ નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 385 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આ હેરોઇન સાથે 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે..

4600 કરોડનું 920 કિલો ડ્રગ્સ ઝડપ્યું
ગુજરાત ATS દ્વારા ઓગસ્ટ 2018થી ડિસેમ્બર 2021 દરમિયાન વિવિધ ઓપરેશનો પાર પાડી દરિયાઈ માર્ગે થતી પ્રતિબંધિત માદક પદાર્થોની હેરાફેરી અટકાવી આશરે 920 કિલો ડેટલો માદક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત 4600 કરોડ જેટલી થાય છે. જેમાં વિવિધ પાકિસ્તાની, ઈરાની તથા અફઘાની ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી છે. તે ઉપરાંત આ માફિયાઓની મદદ કરનારા ભારતીય ઈસમોની પણ ધરપકડ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...