ધરપકડ:ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઘુસાડીને યુવાનોને નશાના રવાડે ચઢાવનાર આરોપી શાહિદ કાસમ સુમરા પકડાયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • દુબઈથી દિલ્હી આવતો હોવાની બાતમી મળતાં જ ATSની ટીમ દિલ્હી પહોંચી હતી
  • દિલ્હી એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ATSની ટીમે સુમરાને ઝડપી પાડ્યો

ગુજરાત ATSની ટીમે ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપી શાહિદ કાસમ સુમરાની દિલ્લી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. દુબઇથી ભારત આવતો હોવાની બાતમી મળતાં જ ATSની ટીમ દિલ્લી પહોંચી હતી. સુમરા એરપોર્ટ પર ઉતરતા જ તેને ઝડપી લેવાયો હતો. આરોપી શાહિદ સુમરાને હાલ અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. બપોરે અમદાવાદ લાવી ગુજરાત ATSની ટીમ તેની નાર્કોટિક્સના ગુનામાં ધરપકડ કરશે.

ડ્રગ્સ ઘૂસાડવામાં આરોપી શાહિદ સુમરાનો મોટો રોલ
ગુજરાત રાજ્યના દરિયાકિનારેથી અનેક વખત ડ્રગ્સ મળી આવ્યું છે. કરોડો રૂપિયાના ડ્રગ્સને ગુજરાતમાં ઘુસાડવામાં આરોપી શાહિદ સુમરાનો મોટો રોલ હોવાને લઇ ગુજરાત ATSની ટીમ તપાસ કરશે. પાડોશી દેશમાંથી ડ્રગ્સ દરિયા મારફતે ગુજરાતમાંથી દેશમાં ઘુસાડવામાં આવતું હોવાને લઇ ATS દ્વારા અનેક આરોપીની અગાઉ ધરપકડ કરી અને ડ્રગ્સ કબ્જે કર્યું છે.

આરોપી શાહિદ કાસમ સુમરા
આરોપી શાહિદ કાસમ સુમરા

ગત જાન્યુઆરીમાં ડ્રગ્સ ભરેલી બોટ ઝડપાઈ હતી
ગત જાન્યુઆરીમાં જખૌથી આશરે 440 કિમીના અંતરે ડ્રગ્સ ભરેલી પાકિસ્તાની બોટ ભારતીય જળ સીમામાં ઘુસતા જ ત્રણેય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સના કેરિયરોને ખબર ન પડે તેવી રીતે સંયુક્ત ઓપરેશન કરીને બોટને ઘેરી લીધી હતી. તેમજ બોટનો કબજો કરીને જખૌ કોસ્ટગાર્ડ માથકે લાવવામાં આવી હતી. ત્યારે બોટમાંથી પાંચ પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...