નશાનો કારોબાર:ગુજરાત ATSએ દિલ્હીના લાજપતનગરમાંથી 56 કરોડના 8 કિલો હેરોઇન સાથે વધુ એકને ઝડપી પાડ્યો, આરોપી મુળ અફઘાનિસ્તાનનો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી હકમતુલ્લાહ છેલ્લા ચાર વર્ષથી ટુરિસ્ટ વિઝા ઉપર દિલ્હીમાં વસવાટ કરતો હતો. - Divya Bhaskar
આરોપી હકમતુલ્લાહ છેલ્લા ચાર વર્ષથી ટુરિસ્ટ વિઝા ઉપર દિલ્હીમાં વસવાટ કરતો હતો.

ગુજરાત એટીએસે દિલ્હીના લાજપતનગર વિસ્તારમાંથી 8 કિલો હેરોઇન સાથે વધુ એક આરોપીને ઝડપી લીધો છે. આ આરોપી પણ મુળ અફઘાનિસ્તાનનો છે અને 4 વર્ષથી દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા પર આવ્યો છે.

50 કિલો હેરોઈનનો કેસ
ગયા મહીને ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં 6 પાકિસ્તાનીઓ સાથે 50 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસે દિલ્હીના લાજપતનગર વિસ્તારમાંથી વધુ એક આરોપી હકમતુલ્લાહની ધરપકડ કરી છે અને તેની પાસેથી વધુ 8 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે.

56 કરોડનું હેરોઈમ ઝડપાયું
ઝડપાયેલ આરોપી મૂળ અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી ટુરિસ્ટ વિઝા ઉપર દિલ્હીમાં વસવાટ કરતો હોવાની માહિતી સામે આવી રહી છે. હકામતુલ્લાહ ઉર્ફે અમન પાસેથી જે હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે તેની અંદાજીત કિંમત ગણવા જઈએ તો 56 કરોડની ગણવામાં આવી રહી છે.

દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા ઉપર રહીને અન્ય કેટલા ડ્રગ્સ ડીલરોના સંપર્કમાં આવ્યો
​​​​​​​
ગુજરાત એટીએસએ અત્યાર સુધીમાં 406 કરોડ રૂપિયાનું હેરોઈન આ કેસમાં જપ્ત કરી લીધું છે ત્યારે ઝડપાયેલ આરોપી આ ડ્રગ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો હતો તે દિશામાં હાલ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા ઉપર રહીને અન્ય કેટલા ડ્રગ્સ ડીલરોના સંપર્કમાં આવ્યો હતો. આવી અનેક બાબતોના ખુલાસા આરોપીના રિમાન્ડ મળ્યા બાદ સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...