મર્ડર કેસ:કોલકાતાના જ્વેલરનું અપહરણ કરીને 25 લાખની ખંડણી મળ્યા બાદ પણ હત્યા કરનાર આરોપીને ગુજરાત ATSએ શિરડીથી ઝડપી પાડ્યો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ATSની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ATSની ફાઈલ તસવીર
  • આરોપીના માથે રૂ.50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું

કોલકાતામાં જ્વેલરનું અપહરણ કરીને તેમના પરીવાર પાસે 1 કરોડની ખંડણી માંગી 25 લાખ રૂપિયા લઈને પણ જ્વેલરની હત્યા કરનારા આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધો છે. હત્યા બાદથી ફરાર આરોપી વિશાલ શર્માને શિરડી ખાતેથી ઝડપી લેવાયો હતો. આરોપી અમદાવાદમાં પણ રોકાયો હતો જે બાદ શિરડી ગયો હતો.

કોલકાતામાં જ્વેલર શાંતિલાલ વૈધનું વિશાલ શર્માએ અપહરણ કર્યું હતું અને તેમના પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગી હતી. પરંતુ પરિવારે વાતચીત કરીને 25 લાખ રૂપિયા આપ્યા હતા. ખંડણીના પૈસા લીધા બાદ પણ આરોપી વિશાલ શર્માએ જ્વેલરની ગળું દબાવી અને બાદમાં ટેલીફોનના વાયરથી ભીંસી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી હતી. આરોપીના માથે 50,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

હત્યાના આરોપી વિશાલ શર્માની તસવીર
હત્યાના આરોપી વિશાલ શર્માની તસવીર

ગુજરાત ATSને માહિતી મળી હતી કે, હત્યાનો આરોપી વિશાલ શર્મા અમદાવાદના રાયપુરની હોટલમાં રોકાયો છે જે બાદ આરોપી નામ સરનામું છુપાવીને મહારાષ્ટ્રના શિરડી ખાતે છુપાયેલો હતો. જે આધારે ATSને ટીમે મહારાષ્ટ્રથી આરોપી વિશાલ શર્માને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરીને કોલકાતા પોલીસને સોંપવા ATSએ તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...