તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોન્ટેડ આંતકવાદી ઝડપાયો:24 વર્ષ પહેલાં દૂધ સાગર ડેરી પાસે RDX છૂપાવનારો આતંકી ઝડપાયો, દાઉદ ગેંગના મજીદ કુટ્ટીને ગુજરાત ATSએ ઝારખંડથી પકડ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 1996 અબુ સાલેમ સાથે દુબઇ હતો ત્યારે આ વિસ્ફોટક પદાર્થ અને હથિયાર ઘુસાડ્યા હતા
 • આરોપી વર્ષ 2019માં જમશેદપુર આવી ખોટા નામે રહેતો હતો
 • 4 વર્ષ અગાઉ મલેશિયામાં કામ કરનારા સાથી સાથે જમશેદપુર આવ્યો હતો

1997માં મુંબઈ અને અમદાવાદમાં પ્રજાસત્તાક દિને જ બ્લાસ્ટ કરવા માટે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને અબુ સાલેમે રૂ.અઢી કરોડના હથિયારો-આરડીએસ મોકલ્યા હતા. જો કે ગુજરાત પોલીસે મહેસાણા હાઈવે પરથી હથિયારોનું આ કન્સાઈન્મેન્ટ પકડી પાડ્યું હતું. આ ગુનામાં છેલ્લાં 24 વર્ષથી નાસતા ફરતા આતંકવાદી અબ્દુલ મજીદ મહંમદ અહેમદ કુટ્ટી ઉર્ફે મોહંમદ કમાલને ગુજરાત એટીએસે ઝારખંડથી ઝડપી લીધો હતો. અબ્દુલ મજીદ કુટ્ટી દુબઈ પણ જઈ આવ્યો હોવાથી, દાઉદ ઈબ્રાહિમ અને અબુ સાલેમ સાથે તે સીધા સંપર્કમાં હોવાની શંકા પોલીસે નકારી નથી.

છોટા શકીલ સહિત અનેક ગેંગસ્ટરો સાથે કામ કરતો હતો
42 વર્ષથી વોન્ટેડ અબ્દુલ કુટ્ટી 24 વર્ષ સુધી વિદેશમાં ફર્યા બાદ 1 વર્ષ પહેલાં જ તે ભારત આવ્યો હતો અને ઝારખંડમાં નામ બદલીને રહેતો હતો. દરમિયાન ગુજરાત એટીએસના ડીવાયએસપી કે.કે.પટેલને બાતમી મળી હતી કે, અબ્દુલ મજીદ કુટ્ટી પોતાનું નામ બદલીને મોહંમદ કમાલ મોહંમદ હારુનરશીદ (બરીનગર,ટેલકો મસ્જીદ પાસે,જમશેદપુર,ઝારખંડ)ના નામથી રહે છે. જેના આધારે તેઓએ ટીમ સાથે ત્યાં પહોંચીને અબ્દુલ મજીદ કુટ્ટીને ઝડપી લીધો હતો. કુટ્ટીએ નકલી પાસપોર્ટ બનાવી નામ બદલ્યું હતું. ત્યારપછી મલેશિયા, દુબઈ અને બેંગકોકમાં પણ કામ કર્યું હતું. 4 વર્ષ અગાઉ મલેશિયાની એક કંપનીમાં તેની સાથે કામ કરતા યુવક સાથે તે જમશેદપુર આવ્યો હતો. પછી તે પાછો જતો રહ્યો હતો. 8 મહિના પહેલા ફરી જમશેદપુર આવીને રહેતો હતો. તે ત્રણવાર લગ્ન કરી ચૂક્યો છે. કેરળ નિવાસી કુટ્ટીએ મુંબઈમાં પ્રથમ લગ્ન કર્યા હતા. બીજા લગ્ન ગુજરાતમાં પોલીસથી છૂપાઈને રહેતો હતો ત્યારે કર્યા હતા. ત્રીજા લગ્ન કેરળમાં મલેશિયાની યુવતી સાથે કર્યા હતા.

આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેંગકોક જતો રહ્યો હતો
ગુજરાતમાં મહેસાણામાં કેસમાં પકડાયેલા મોહમદ ફઝલ, કુરેશી શકીલ નામના આરોપી ધરપકડ કર્યા બાદ અંડરવલ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ભારત છોડી બેગકોક જતો રહ્યો હતો. 1999 સુધી ત્યાં રહી કામ કરતો હતો. પોરબંદરના મમુમિયા સાથે ઓળખાણ થઈ હતી બાદમાં સ્મગલિંગનો ધંધો શરૂ કર્યો હતો. જમશેદપુરના રહેવાસી મહંમદ ઇનામઅલી સાથે ઓળખ થઈ હતી. જેને પટનાથી મહંમદ કમાલ નામે અબ્દુલ મજીદ કુટ્ટીનો ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાંથી દુબઈથી મલેશિયા જઇ કાપડનો વેપાર કરતો હતો. વર્ષ 2019માં મે મહિનામાં ભારત આવી જમશેદપુરમાં નામ બદલી રહેતો હતો.

દાઉદ-અબુ સામેલ અને 2 પાકિસ્તાની નાગરિક આ ગુનામાં વોન્ટેડ છે
1996માં મહેસાણા હાઈવે પરથી પકડાયેલા હથિયારોના આ કન્સાઈન્મેન્ટ અંગે મહેસાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં દાઉદ ઈબ્રાહીમ-અબુ સાલેમ અને 2 પાકિસ્તાની નાગરિક વોન્ટેડ છે. જ્યારે અગાઉ પકડાયેલા 3 આરોપીઓને કોર્ટે આજીવન કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો હતો.

ગુજરાતમાં રાજસ્થાનના રસ્તે પાક.થી લાવ્યો હતો
હથિયારનો જથ્થો આતંકીઓએ પાક. પાસેથી હથિયાર મેળવીને રાજસ્થાનના રસ્તે ગુજરાતમાં તેને ઘૂસાડ્યા હતા. આ હથિયારોમાં 115 પાકિસ્તાન બનાવટની ઓટોમેટિક પિસ્ટલ, 15 ચાઈનીઝ બનાવટની ઓટોમેટિક પિસ્ટલ, 750 કારતૂસ, 113 મેગ્ઝીન, 4 કિલો આરડીએકસ, 10 ડિટોનેટરનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં બ્લાસ્ટની તૈયારી હતી
ગુજરાત પોલીસે મહેસાણા હાઈવે પરથી 23 ડિસેમ્બર 1996ના રોજ પાકિસ્તાની અને ચાઈનીઝ બનાવટની 125 ઓટોમેટિક પિસ્ટલ, કારતૂસ, આરડીએસ સહિતના હથિયારો અને દારૂગોળા પકડી પાડ્યાં હતાં. હથિયારોના આ કન્સાઈન્મેન્ટ સાથે જે-તે સમયે પોલીસે પઠાણ મોહંમદ ફઝલ મોહંમદ હરનાત(રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. ત્યારબાદ કુરેશી અનવર ઉર્ફે પપ્પુ અખ્તર ઉર્ફે સલીમ ઉર્ફે ફારુક ઉર્ફે અનવર ઉલહક(મુંબઈ)અને કુરેશી શકીલ ઈબ્રાહિમ(ઉત્તરપ્રદેશ)ને પણ પોલીસે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, હથિયારો અને દારૂ ગોળાનું કન્સાઈન્મેન્ટ દાઉદ ઈબ્રાહિમ-અબુ સાલેમે કેટલાંક પાકિસ્તાની નાગરિકો સાથે મળીને મોકલ્યું હતું. જેના દ્વારા 1997માં અમદાવા-મુંબઈમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન બોંબ-ધડાકા અને ભાંગફોડ કરવાની હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો