મોરબી ડ્રગ્સ કેસ:ગુજરાત ATSએ વધુ ચાર આરોપીઓની અટકાયત કરી, પાકિસ્તાની બોટમાંથી ડિલિવરી લેનાર સહિતના ઝડપાયા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત એટીએસ - Divya Bhaskar
ગુજરાત એટીએસ
  • મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે ATSની ટીમે દરોડો પાડ્યો હતો
  • જખૌના દરિયામાંથી બોટમાં પાકિસ્તાની પેડલર પાસેથી ડ્રગ્સની ડિલિવરી લેનાર મળીને ચારેયની અટકાયત

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી 120 કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝબ્બે કરાયા બાદ પકડાયેલા આરોપીઓની કબુલાતના આધારે પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત ATSએ વધુ ચાર આરોપીઓની અટકાયત કરી છે. જખૌના દરિયામાંથી બોટમાં પાકિસ્તાની પેડલર પાસેથી ડ્રગ્સની ડિલિવરી લેનાર મળીને ચારેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં પકડાયેલા આરોપી
(1) હાજી દાઉદ સંઘારે પોતાની ફાઇબરની બોટ આ ગુનામાં કબ્જે કરેલો હેરોઇનનો જથ્થો જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટમાંથી ડિલિવરી લેવા મોકલેલ હતો.
(2) મહેબૂબ હાજી સંઘાર પોતાના પિતાની ફાઇબરની બોટમા કેપ્ટન તરીકે ગયેલ અને હેરોઇનનો જથ્થો જખૌના દરીયામાથી પાકિસ્તાની બોટમાંથી ડિલિવરી લઇ સલાયાના દરિયા કિનારે ઉતારેલો હતો.
(3) રહીમ @ હાજી અકબર નોડે આ ગુનામાં પકડાયેલા આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઇ પટેલીયા સાથે બોટ લઈ જખૌના દરિયામાંથી હેરોઇનનો જથ્થો લાવેલો હતો.
(4) માઇકલ યુગોચુકો ક્રિશ્ચન નાએ દિલ્હીથી આંગડીયામાં રૂ. 30,૦૦,૦૦૦/- હેરોઇનની ડિલિવરી પેટે ઇશા રાવને મોકલાવેલા હતા.

600 કરોડના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલવાના હતા
600 કરોડના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલવાના હતા

એ.ટી.એસ. દ્વારા આરોપીઓની અટકાયત
(1) હાજી સ.ઓ. દાઉદ જાતે સંઘાર, ઉ.વ. 50, રહે. ગામ: જામસલાયા, ડીવીનગર, પાણીની ટાંકી પાસે, તા. ખંભાળીયા, જી. દેવભૂમિ-દ્વારકા.
(2) મહેબૂબ સ.ઓ. હાજી જાતે સંઘાર, ઉ.વ. 27, રહે. ગામ: જામસલાયા, ડીવીનગર, પાણીની ટાંકી પાસે, તા. ખંભાળીયા, જી. દેવભૂમિ-દ્વારકા.
(3) રહીમ @ હાજી સ.ઓ. અકબર જાતે નોડે, ઉ.વ. 35, રહે. ગામ: જોડીયા, મોટા વાસ, બંદર રોડ, તા. જોડીયા, જી. જામનગર. ઉપરોક્ત ત્રણેય આરોપીઓને સદર ગુનામાં તા.20/11/2021ના કલાક 19/30 વાગે અટક કરેલ છે.
(4) માઇકલ યુગોચુકો ક્રિશ્ચન ઉ.વ. 42, રહે. ઘર નંબર45, સંદીપ ગોહીલ, બીજો માળ, ખોલી નંબર – 9/12, બ્લોક બી, શિવ વિહાર, નીલોઠી એક્ષટેન, ન્યુ દિલ્હી. મુળ રહે. નાઇજીરીયાને સદર ગુનામાં તા.20/11/2021ના કલાક 18/30 વાગે અટક કરેલ છે.

સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે ATSની ટીમે દરોડો પાડીને 118 કિલો ડ્રગ્સ પકડ્યું છે
સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે ATSની ટીમે દરોડો પાડીને 118 કિલો ડ્રગ્સ પકડ્યું છે

600 કરોડનો હેરોઇન ડ્રગ્સ કેસ
મૂળ બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે ATSની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે તેના ઘરની અંદરથી જામનગર જિલ્લાના જોડીયાનો મુખ્તારહુસેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને તેની સાથે સલાયાનો રહેવાસી ગુલામ હુસેન ઉમર ભગાડ મળી આવ્યો હતો. ત્યારે આ શખ્સો કે જે ડ્રગ્સના ધંધા સાથે સંડોવાયેલા છે તેના સંપર્કમાં સમસુદીન હુસેનમીયા સૈયદ કેવી રીતે આવ્યો તે સવાલ ઉભો થયો હતો. ત્યારે એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, સમસુદીન હુસેનમીયાં સૈયદની પત્ની જોડીયાની છે અને તેને મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવે બહેન બનાવી છે. જેથી કરીને તે સમસુદીનના ઘેર આવતો જતો હતો અને તેના સંપર્કમાં હતો. જેથી કરીને તેને વિશ્વાસમાં લઇને ત્યાં ડ્રગ્સ ઉતારવામાં આવ્યું હતુ.