અમદાવાદ / અંડરવર્લ્ડ ડોન દાઉદના ખાસ મનાતા શરીફખાનના સાગરીત બાબુ સોલંકીની ગુજરાત ATSએ ધરપકડ કરી

Gujarat ATS arrests Babu Solanki
X
Gujarat ATS arrests Babu Solanki

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 07:10 AM IST

અમદાવાદ. મુંબઈ અંડરવર્લ્ડના ખૂંખાર આરોપી દાઉદ ઇબ્રાહીમના સાગરિત શરીફ ખાન માટે કામ કરતા મૂળ ઊંઝાના રાજુ ઉર્ફે બાબુ સોલંકીની એટીએસે અડાલજ મહેસાણા હાઈવે પરથી ધરપકડ કરી છે. રાજુ ઉર્ફે  બાબુ સોલંકી રૂપિયા 10 કરોડની ઉઘરાણી મામલે લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાના ગુનામાં વોન્ટેડ હતો.
10 કરોડની ઉઘરાણી માટે રૂ. ૩ કરોડ લઈ ખંડણીનું કામ લીધું હતું
એટીએસના પોલીસ અધિક્ષક દીપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ એટીએસના પીઆઇ સી.આર. જાદવ તથા તેમની ટીમે બાતમીના આધારે બાબુ સોલંકીને ઝડપી લીધો છે. આ અંગેની વિગત એવી છે કે, ઊંઝામાં ગાયત્રી ઇન્વેસ્ટમેન્ટમાં કામ કરતા પ્રજ્ઞેશ ઉર્ફે બગી કનુભાઈ પટેલ શેરનું લે-વેચનું કામ કરતો હતો. 1999થી 2006 સુધીમાં અમદાવાદમાં તેના ઓળખીતા નિલેશ શાહ તથા જિગર ચોકસીને તેણે શેર વેચ્યા હતા, પરંતુ આ શેરના પૈસા તેને મળ્યા ન હતા. આ માટે તેણે રાજુ ઉર્ફે બાબુ રતિલાલ સોલંકી (રહે. ઈશ્વર ભવનની સામે વાલ્મીકિ વાસ ગામ સિંહ તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા) તથા સાબિરમિયા સિપાઈ (આઇએસઆઇ એજન્ટ)નો સંપર્ક કરી 10 કરોડની ઉઘરાણી લેવા માટે તેમને 3 કરોડ આપવાનું નક્કી કરી કામગીરી સોંપી હતી.
બીજી તરફ નિલેશ અને જિગરને આ વાતની જાણ થતાં તેમને પૈસા આપવા ના પડે તે માટે અમદાવાદના વહાબ  ગેંગના સાગરિત જહાંગીર ઉર્ફે મોહમ્મદ સૈયદ તથા ઈકબાલ પટેલનો સંપર્ક કરી તેમને એક કરોડ આપવાનું નક્કી કર્યું હતું. આમ બાબુ સોલંકીની સામે પ્રહાર કરવા માટે નિલેશ અને જિગરે બીજી એક ગેંગ ઊભી કરી દીધી હતી. 
દરમિયાન એટીએસની ટીમે 2006માં આ કેસમાં સાબીર મિયા તથા જહાંગીરની રિવોલ્વર, તમંચા તથા 12 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. આ ગુનામાં રાજુ ઉર્ફે બાબુ સોલંકી નાસતો ફરતો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, બાબુ અડાલજ મહેસાણા હાઈવે પરથી પસાર થવાનો જેના આધારે વોચ ગોઠવી બાબુ સોલંકીને ઝડપી લીધો હતો. 
બાબુ સોલંકીનો ગુનાહિત ઈતિહાસ

  • 2006માં એટીએસમાં ખંડણી અને આર્મ્સ એક્ટ નો
  • 2008માં સુરતમાં 32 લાખની આંગડિયા લૂંટ કરી હતી
  • 1996માં મુંબઈમાં આઇપીસીકલમ 307નો ગુનો
  • 2010માં સિધ્ધપુરમાં લૂંટનો ગુનો
  • 2019માં અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ ગુનો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી