વધુ એક સફળતા:રાજસ્થાનથી ઝડપાયેલા 13 કિલો RDX કેસમાં ગુજરાત ATSએ વધુ એક આરોપીની મુંબઈથી ધરપકડ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી આકિફ નાછન પોતાની ઓળખ છુપાવી ઘણા સમયથી મુંબઈમાં જ રહેતો હતો

રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી મળી આવેલ 13 કિલો RDX કેસમાં વધુ એક આરોપીની ગુજરાત ATSએ મુંબઈથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી આકીફ નાછન સિવાય અગાઉ પણ કેટલાક આરોપીઓની રાજસ્થાન પોલીસે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે RDX કેસમાં ભારત સરકારે આ ગુનો વધુ તપાસ માટે NIA દિલ્હીને ટ્રાન્સફર કરતા વધુ તપાસ NIA દિલ્હી કરી રહી છે.

આરોપીની મહારાષ્ટ્રના પડઘા ખાતેથી ધરપકડ કરાઈ
ગુજરાત ATS પકડેલા આરોપીનું નામ આકિફ નાછન, છે, મૂળ મહારાષ્ટ્રના પડઘાનો રહેવાસી આકિફ નાછન પોતાની ઓળખ છુપાવી ઘણા સમયથી ત્યાં જ રહેતો હતો. પરંતુ ગુજરાતATSની ચોક્કસ માહિતી મળતા આરોપીની મહારાષ્ટ્રના પડઘા ખાતેથી ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર આકીફ નાછન RDX બોમ્બ બનાવવાની તાલીમ પણ મેળવવા માટે ગયો હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.

30 માર્ચે રાજસ્થાનથી ઝડપાયું હતું RDX
મહત્વનું છે કે 30 માર્ચના રોજ રાજસ્થાન ચિત્તોડગઢમાંથી 13 કિલો જેટલો એક્સપ્લોઝિવ RDX, ઘડિયાળ, બેટરી સહિતનો બલાસ્ટ કરવાં માટે વપરાતો મુદ્દામાલ નિમ્બાહેરા પોલીસે કબજે કરી ગુનો પણ દાખલ કર્યો હતો. સાથે જ પ્રાથમિક તપાસ કરતા મધ્યપ્રદેશના રતલામ ના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી આ કાવતરામાં બે ઈસમો આમીન ફાવડા અને આમીન પટેલ અને ઈમરાન ખાનની સંડોવણી ખુલી હતી બાદમાં આ આરોપીઓની રતલામ ખાતેથી પોલીસે ધરપકડ કરવામાં આવેલી. જોકે વધુ તપાસ માટે કેન્દ્ર સરકારે આ ગુનો NIA દિલ્હીને સોંપ્યો હતો.

છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો આકીફ નાછન
આ કેસમાં સંડોવાયેલા આરોપી ઇમરાન ખાન 2015માં આર્મ્સ એક્ટ અને જેહાદી ષડ્યંત્ર કેસમાં પણ રતલામ ખાતે થી પકડાયેલ છે. જ્યારે વર્ષ 2014માં બજરંગ દળના નેતા કપિલ રાઠોડ અને તરુણ સાંખલા ના મર્ડર કેસમાં ઝુબેરની સંડોવણી હોવાથી તેની પણ સ્થાનિક પોલીસે ધરપકડ કરેલી. એટલું જ નહીં જુબેર ની સાથે અન્ય બે આરોપીઓ પણ બજરંગ દળના નેતાના હત્યા કેસમાં સંડોવાયેલા હોવાથી આરોપી અલ્તમસની, સૈફુલ્લાહની ધરપકડ થયેલી. પરંતુ આ બ્લાસ્ટ કેસમાં રતલામની સ્થાનિક ગેંગ જે અર્જુન નામે ઓળખાતી હતી. જે પૈકી એક આરોપી આકીફ નાછન છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો તેને ગુજરાત ATS એ પકડી લીધો છે.

આરોપીને NIA ને સોંપાશે​​​​​​​
હાલમાં ગુજરાત ATSએ પકડેલ આરોપી આકીફ નાછનની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી આકીફ અને ઝુબેર અગાઉ બે વખત ગુજરાતની અને અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે. જોકે તેની પાછળ તેમનો ઈરાદો શું હતો? તે બાબતે હવે વધુ ઊંડાણપૂર્વક પોલીસ પૂછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ATSએ પ્રાથમિક પૂછપરછ કરતા એટલું સામે આવ્યું છે કે ફેબ્રુઆરી 2022માં આકીફ રતલામ ખાતે આમીન ચાવડાના ઘરે ગયો અને ત્યાં રોકાયો પણ હતો. જોકે આ કાવતરાના માસ્ટર માઇન્ડ એવા ઈમરાન ખાનના પોર્ટરી ફાર્મ ખાતે ગયેલા જ્યાં આ બંને ઇસમોને બે દિવસ સુધી બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ મેળવેલી. મહત્વનું છે કે આકીફ વિરુદ્ધ ભિવંડીના નિઝામપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો પણ અગાઉ દાખલ થયેલો છે. ત્યારે ગુજરાત ATSએ વધુ તપાસ દરમિયાન શું નવા ખુલાસા કરે છે. આગામી સમયમાં આરોપી NIA દિલ્હીની કસ્ટડીમાં સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...