ગુજરાત ATSની કાર્યવાહી:બોગસ પાસપોર્ટના આધારે દાઉદની અર્જુન ગેંગના 4 સાગરીત અમદાવાદમાંથી ઝડપાયા, પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ

અમદાવાદ3 મહિનો પહેલા
 • એરપોર્ટ પાસેથી ઝડપાયેલા ચારેય શખ્સ 1993 મુંબઈ બ્લાસ્ટ કેસના આરોપી

ગુજરાત ATS દ્વારા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે દાઉદ ગેંગના ચાર સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા, સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. દાઉદની અર્જુન ગેંગના આ ચારેય શખ્સને બોગસ પાસપોર્ટના આધારે ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે.

અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા અને સૈયદ કુરેશીએ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે પોતાનાં ઠેકાણાં બદલી નાખ્યા હતા. તેના પાસપોર્ટમાં લખેલી તમામ માહિતી ફેક નીકળી છે.

અમદાવાદ એરપોર્ટ નજીકથી ઝડપી લેવાયા
આ ચારેય આરોપી બોગસ પાસપોર્ટ બનાવીને એક દેશથી બીજા દેશમાં ફરતા હતા. થોડા સમય પહેલાં દુબઈમાં પણ હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેઓ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદ એરપોર્ટ નજીક આવતા ATSના હાથે ઝડપાયા છે.

1993 બ્લાસ્ટ કેસમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં મદદ કરી હતી
1993ના સિરિયલ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં તેમજ લોજિસ્ટિક સપોર્ટ કરવા માટે મદદ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, તેઓ હજી પણ દાઉદ ગેંગના સંપર્કમાં હોય એવું માનવામાં આવે છે, જેના આધારે હવે ડી કંપનીના વધુ કનેક્શન બહાર આવી શકે. તેઓ શા માટે અમદાવાદ આવી રહ્યા હતા, જો તેમના અમદાવાદમાં કનેક્શન હોય તો ગુજરાત પોલીસ માટે ખૂબ મોટી સફળતા સાબિત થશે. આરોપીઓની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવશે.

પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ
આ ચારેય શખ્સ સામે સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેઓ તામિલનાડુ, બેંગાલુરુ અને મુંબઈના રહેવાસી છે. અર્જુન ગેંગના આ લોકો મહમ્મદ ડોસા સાથે જોડાયેલા હતા. તેમજ બ્લાસ્ટની પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. CBI અને NIAએની તપાસમાં આરોપીઓના નામ સામે આવ્યા હતા. 1995માં ભારત છોડી દીધું હતું અને પાસપોર્ટ બદલવા પરત આવ્યા હતા. 8 દિવસના રિમાન્ડ બાદ CBIને સોંપવામાં આવશે.

શું છે મામલો
12 માર્ચ, 1993નાં રોજ મુંબઈમાં એક પછી એક 12 વિસ્ફોટ થયા હતા. 257 લોકોના મોત નિપજ્યા હતા, જયારે 700થી વધુ લોકો ઘાય થયા હતા.

1993 બ્લાસ્ટનો ઘટનાક્રમ

 • પ્રથમ વિસ્ફોટઃ મુંબઈ સ્ટોક એક્સચેન્જમાં બપોરે 1-30 કલાકે
 • બીજો વિસ્ફોટઃ નરસી નાથ સ્ટ્રીમાં બપોરે 2-15 કલાકે
 • ત્રીજો વિસ્ફોટઃ શિવસેના ભવનમાં બપોરે 2-30 કલાકે
 • ચોથો વિસ્ફોટઃ એર ઈન્ડિયા બિલ્ડિંગમાં બપોરે 2-33 કલાકે
 • પાંચમો વિસ્ફોટઃ સેન્ચુરી બજારમાં બપોરે 2-45 કલાકે
 • છઠ્ઠો વિસ્ફોટઃ માહિમમાં બપોરે 2-45 કલાકે
 • સાતમો વિસ્ફોટઃ ઝવેરી બજાર બપોરે 3-05 કલાકે
 • આઠમો વિસ્ફોટઃ સી રોક હોટલ બપોરે 3-10 કલાકે
 • ​​​​​​​નવમો વિસ્ફોટઃ પ્લાઝા સિનેમા બપોરે 3-13 કલાકે
 • ​​​​​​​દસમો વિસ્ફોટઃ જુહુ સેન્ટૂર હોટલમાં બપોરે 3-30 કલાકે
 • ​​​​​​​અગિયારમો વિસ્ફોટઃ સહારા એરપોર્ટ બપોરે 3-30 કલાકે
 • ​​​​​​​બારમો વિસ્ફોટઃ સેન્ટૂર હોટલ, એરપોર્ટ બપોરે 3-40 કલાકે
અન્ય સમાચારો પણ છે...