સુરત પોલીસ અને ગુજરાત ATS ના અધિકારીઓ સાથે સંકલન સાધી નાર્કોટીક્સના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત ગુજરાત ATS ની ટીમએ સુરત શહેર એસ.ઓ.જી. સાથે સંકલન સાધી સુરત શહેરના અલગ અલગ પો.સ્ટે . માં નોંધાયેલ નાર્કોટીક્સ ખુન વિગેરે જેવા ગંભીર ગુન્હાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓનો ડેટા એકત્રીત કરેલ જેનો અભ્યાસ કરી નાસતા ફરતા આરોપીઓને શોધવા પ્રયાસ શરૂ કરાયો હતો.
ગુજરાત ATS તથા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી. દ્વારા એકત્રીત કરેલ માહિતી આધારે ગુજરાત ATS દ્વારા વર્ક આઉટ કરતા ઓડીશા રાજયમાં વોન્ટેડ આરોપીઓ લોકેટ થયા હતા અને ઓડીશા પોલીસ સાથે સુરત શહેર એસ.ઓ.જી.એ સંકલન સાધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ટીમો બનાવી ઓડીશા રાજય ખાતે મોકલી છત્રપુર ઓડીશાનાઓ પાસેથી સ્થાનિક પોલીસની મદદ મેળવી આરોપીઓને પકડી પાડવા અંગે ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન ઓરીસ્સા રાજયના ગંજામ જીલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી ખાનગી સોર્સીસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે સુરત શહેરના NDPS, મર્ડર તથા છેતરપીંડી જેવા ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા નીચે મુજબના કુલ 6 આરોપીઓ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે.
પકડાયેલ આરોપીઓની વિગત
* સિમાંચલ ઉર્ફે કાલીયા ભજરામ પ્રધાન 9 વર્ષથી નાસતો ફરતો હતો
* સુભાષ વિદેશી રાઉત 8 વર્ષથી નાસતો ફરતો હતો.
* રાજુ ઉર્ફે રાજેન્દ્ર ભીકા બહેરા ૩ વર્ષથી નાસતો ફરતો હતો
* બલરામ સરગીન બહેરા 7 વર્ષથી નાસતો ફરતો હતો
* સંતોષ રઘુનાથ બિશોઈ 12 વર્ષથી નાસતો ફરતો હતો
* જગદીશ જુગલકિશોર રાઉત 7 વર્ષથી નાસતો ફરતો હતો
આરોપીઓ વિરૂધ્ધ ગુજરાત ATS સાથે મળી સંકલનથી સુરત શહેર પોલીસે ઓડીશા રાજયમાંથી સુરત શહેરના અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી નશાના સોદાગરો ઉપર કાયદેસર કાર્યવાહી કરી ઓડીશાથી નાર્કોટીક્સ સપ્લાય કરનારઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.