અમદાવાદમાં મોદીનો ચહેરો જ ચાલ્યો:PMના રોડ શોએ 16 બેઠક ઉપરાંત ગાંધીનગર દક્ષિણને પણ જિતાડી, કોંગ્રેસ શહેરની બે બેઠક પણ ન સાચવી શકી

3 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 વર્ષથી વડાપ્રધાન છે. ગુજરાતમાં તેમણે પહેલાં આનંદીબેનને સત્તા સોંપી હતી. ત્યારબાદ તેમના સ્થાને રૂપાણીને બેસાડ્યા. રૂપાણી પણ બહુમતી સાથે જીત્યાં, જોકે કોરોનાકાળ દરમિયાન અચાનક તેમને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. પછી તેમની આગેવાનીમાં જ ચૂંટણી લડ્યા. દરમિયાન નરેન્દ્ર મોદી સભાઓમાં લોકોને કહેતા કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે તેવી જીત અપાવજો... આ વાતને આજના પરિણામે સાબિત પણ કરી દીધી છે. અમદાવાદમાં જ્યાં તેમનો રોડ શો યોજાયો તે 16 ઉપરાંત ગાંધીનગર દક્ષિણની બેઠક પર ભાજપની શાનદાર જીત મળી છે. એટલું જ નહીં, બાકીની જિલ્લાની 5 બેઠક પણ જીતી લીધી છે.વિરમગામમાં યુવાનેતાને આપે ટક્કર આપી હતી. કોંગ્રેસે વિરમગામ, બાપુનગર અને દરિયાપુર બેઠક ગુમાવી છે.

વિરમગામ અને સાણંદમાં ઓટો હબનો વિકાસ ફળ્યો
વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલને લોકોએ વધાવી લીધા હતા. પહેલીવાર ચૂંટણી લડતા યુવા નેતાને ઈવીએમના 98627 મત મળ્યા હતા જ્યારે પોસ્ટલ બેલેટના 528 એમ કુલ 99155 મત સાથે કુલ મતના 49.64 મત મળ્યા હતા. હાર્દિકને આપના અમરસિંહ ઠાકોરે ટક્કર આપી હતી અને 47448 મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના લાખા ભરવાડને 42724 મત સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા. 3240 મત નોટામાં પડ્યા હતા. સાણંદમાં કનુ પટેલની જીત થઈ છે. તેમને 100083 મત મળ્યા છે, જેમાં ઈવીએમમાં 99689 અને 394 પોસ્ટેલ બેલેટના છે. કુલ મતના 51.4 ટકા મત મળ્યા છે, તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે. રમેશ પટેલને 64714 મત મળ્યા છે. 2528 વોટ નોટામાં પડ્યા છે.

બાબુ જમના અજેય
દસક્રોઈમાં બાબુ જમના પટેલની જીત થઈ છે. તેમણે 159107 મત મેળવ્યા છે જેમાં 158485 ઈવીએમના અને 622 પોસ્ટેલ બેલેટના મત મળ્યા છે. તેમને કુલ મતના 62.93 મત મળ્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદજી ઝાલાને હરાવ્યા છે. ઝાલાને 67470 મત મળ્યા છે. નોટામાં 4189 મત પડ્યા છે. ધોળકામાં કિરીટસિંહ ડાભી 84773 મતે જીત્યા છે. તેમને ઈવીએમમાં 84213 અને પોસ્ટલ બેલેટમાં 560 મત મળ્યા છે. કુલ મતના 49.77 મત છે. તેમણે કોંગ્રેસના અશ્વિન રાઠોડને હરાવ્યા છે, તેમને 71368 મત મળ્યા છે. નોટામાં 2325 મત પડ્યા છે. ધોળકામાં કાળુભાઈ ડાભીની 91528 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 90982 અને પોસ્ટલ બેલેટના 546 મળી કુલ મતના 55.1 મત મળ્યા છે. તેમણે કોંગ્રેસના હરપાલસિંહ ચુડાસમાને હરાવ્યા છે. હરપાલને 57202 મત મળ્યા છે. જ્યારે નોટામાં 2893 મત પડ્યા છે.

શહેરની 16 બેઠક પર જંગી મતોથી જીત
ઘાટલોડિયા પરથી ભૂપેન્દ્ર પટેલ 213530 મત મળ્યા હતા અને તેમની 1 લાખ 91 હજાર મતોની લીડ સાથે જીત થઈ હતી. તેમને ઈવીએમના 212480 અને પોસ્ટલ બેલેટના 1050 મત મળ્યા હતા. તેમને કુલ મતના 82.95 ટકા મત મળ્યા છે. તેમણે કોંગ્રેસના ડો.અમીબહેન યાજ્ઞિકને હરાવ્યા છે. યાજ્ઞિકને 21267 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 3993 મત પડ્યા હતા. વેજલપુર બેઠક પર અમિત ઠાકર 125623 મત મળ્યા હતા અને કુલ મતના 56.76 મત મળ્યા છે. પોસ્ટલ બેલેટનો શૂન્ય મત છે. તેમણે કોંગ્રેસના રાજેન્દ્ર પટેલ હરાવ્યા છે તેમને 65550 મત મળ્યા છે. જ્યારે નોટામાં 2804 પડ્યા છે. વટવામાં બાબુસિંહ જાદવ 137584 મતે જીત્યા છે. તેમને કુલ મતના 63.76 મત મળ્યા છે, જેમાં પોસ્ટલ બેલેટના શૂન્ય મત છે. કોંગ્રેસના બલવંતસિંહ ગઢવીની 47074 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 2404 મત પડ્યા છે.

એલિસબ્રિજમાં નામ કાફી છે અમિત શાહ
એલિસબ્રિજ બેઠક પર અમિત શાહની 119323 મતે જીત થઈ છે. તેમણે ઈવીએમના 118803 અને પોસ્ટલ બેલેટના 520 મત મળ્યા છે. કુલ મતના 80.39 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ભીખુ દવેને માત્ર 14527 મળ્યા હતા. જ્યારે નોટામાં 3056 મત પડ્યા છે. નારણપુરામાં જીતેન્દ્ર પટેલની 108160 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 107874 મત અને પોસ્ટલ બેલેટના 286 મત મળી કુલ મતના 77.48 મત મળ્યા હતા. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી સોનલ પટેલને 15360 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 2637 મત પડ્યા હતા. નિકોલ બેઠક પર રીપિટ કરાયેલા જગદીશ પંચાલની 93714 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 93400 અને પોસ્ટલ બેલેટના 314 મત મળી કુલ મતના 61.73 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના રણજીતસિંહ બારડને 38516 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 1939 મત પડ્યા હતા.

નરોડા ભાજપનો ગઢ બરકરાર
નરોડા બેઠક પર પાયલ કુકરાણીની 112767 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 112194 અને પોસ્ટલ બેલેટના 573 મત મળી કુલ મતના 71.49 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા આપના આમપ્રકાશ તિવારીને 29254 મત મળ્યા છે. જ્યારે નોટામાં 1485 મત પડ્યા છે. ઠક્કરબાપાનગર બેઠક પર કંચનબેન રાદડીયાની 89409 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 89050 અને પોસ્ટલ બેલેટના 359 મત મળી કુલ મતના 65.66 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના વિજય બારોટને 25610 મત મળ્યા છે. જ્યારે નોટામાં 1910 મત પડ્યા છે. અમરાઈવાડી બેઠક પર ડો. હસમુખ પટેલની 93994 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 93670 અને પોસ્ટલ બેલેટના 324 મત મળી કુલ મતના 58.98 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને 50722 મત મળ્યા છે. જ્યારે નોટામાં 1224 મત પડ્યા છે.

બાપુનગર અને દરિયાપુરની બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી
બાપુનગર બેઠક પર દિનેશ કુશવાહ 59465 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 59133 અને પોસ્ટલ બેલેટના 332 મત મળી કુલ મતના 48.85 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના હિંમતસિંહ પટેલને 47395 મત મળ્યા હતા. અહીં આપે 6384 અને સમાજવાદી પાર્ટીએ 3671 મેળવ્યા હતા. જ્યારે નોટામાં 871 મત પડ્યા છે.આ સિવાય અન્ય અહીં અપક્ષ પણ ભાજપને ફાયદો કરાવ્યો હતો. દરિયાપુર બેઠક પર મેજર અપસેટ થયો છે અને સતત બે ટર્મ જીતેલા કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખને કૌશિક જૈને હરાવ્યા છે. જૈનને 61090 મતે જીત થઈ છે. તેમને કુલ મતના 49.03 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના શેખને 55847 મત મળ્યા છે. જ્યારે નોટામાં 1276 મત પડ્યા છે.

કોંગ્રેસ બે સીટ બચાવી શક્યું
જમાલપુર-ખાડિયા બેઠક પર ઈમરાન ખેડાવાલાની 58487 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 58235 અને પોસ્ટલ બેલેટના 252 મત મળી કુલ મતના 45.88 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા ભાજપના ભૂષણ ભટ્ટને 44829 મત મળ્યા છે. જ્યારે નોટામાં 1534 મત પડ્યા છે. તો દાણીલીમડા (SC) બેઠક પર શૈલેષ પરમારની 69130 મતે જીત થઈ છે. તેમને ઈવીએમના 68906 અને પોસ્ટલ બેલેટના 224 મત મળી કુલ મતના 44.13 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા ભાજપના નરેશ વ્યાસને 55643 મત મળ્યા છે. જ્યારે નોટામાં 2181 મત પડ્યા છે.

મણિનગર હોય કે અસારવા જીત તો ભાજપની જ
મણિનગર બેઠક પર અમૂલ ભટ્ટની 112527 મતે જીત થઈ છે. તેમને પોસ્ટલ બેલેટના શૂન્ય મત મળી કુલ મતના 73.37 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના સીએમ રાજપૂતને 22226 મત મળ્યા છે. જ્યારે નોટામાં 2638 મત પડ્યા છે. સાબરમતી બેઠક પર હર્ષદ પટેલે 120202 મતે જીતી ગયા છે. તેમને કુલ મતના 76.75 મત મળ્યા છે, જેમાં ઈવીએમના119779 અને પોસ્ટલ બેલેટના 423 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના દિનેશ મહીડાને 21518 મત મળ્યા છે. જ્યારે નોટામાં 2275 મત પડ્યા છે. અસારવા(SC) બેઠક પર દર્શના વાઘેલાએ 80155 મતે જીત મેળવી છે. તેમને ઈવીએમના 79550 અને પોસ્ટલ બેલેટના 605 મત મળી કુલ મતના 64.13 મત મળ્યા છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના વિપુલ પરમારને 25982 મત મળ્યા છે. જ્યારે નોટામાં 1726 મત પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...