AAPની વધુ એક યાદી જાહેર:આમ આદમી પાર્ટીએ ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી-સચિન પાઈલટ સહિત કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકો

4 મહિનો પહેલા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાનો એક તબક્કો પૂરો થયો છે અને આજે ફોર્મ ચકાસણી થશે. હજુ બીજો તબક્કાની ચૂંટણી માટે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે પણ ઉમેદવારો ફોર્મ ભરવા જઈ રહ્યા છે. સોમવારે શાહનવાઝ શેખ સમર્થકોએ કોંગ્રેસ ભવન ખાતે તોડફોડ કરી હતી. બાદમાં ભરતસિંહ સોલંકી પર આરોપો લગાવીને તેમની તસવીરો સળગાવી હતી. ત્યારે આજે ઈમરાન ખેડાવાલાના સમર્થક કાર્યકરોએ ભરતસિંહ સોલંકીના સમર્થનમાં બેનરમાં સાથે દેખાયા હતા. પ્રથમ તબક્કામાં ફોર્મ ભરાઈ ગયા છે ત્યારે હવે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકો જાહેર કર્યા છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સચિન પાઈલટ, કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ સહિત 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે.

આપની વધુ ચાર ઉમેદવારોની યાદી જાહેર
આમ આદમી પાર્ટીએ આજે બાકી રહેલા ચાર ઉમેદવારોની જાહેરાત કરી છે. આજે ગાંધીનગરના માણસા તાલુકાના ચરાડા ગામ ખાતે યોજાયેલા અર્બુદા સેનાના સંમેલનમાં અર્બુદા સેના દ્વારા આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની તૈયારી કરી દેવામાં આવી હતી અને આજે સવારે વિધિવત રીતે અરવિંદ કેજરીવાલના હાજરીમાં આ સમર્થનની જાહેરાત થવાની હતી પરંતુ સવારે અચાનક જ અર્બુદા સેનાએ પોતે કોઈ રાજકીય પક્ષના સાથે નહીં હોવાની વાત કરી દેતા આમ આદમી પાર્ટીએ આજે પોતાની આખરી યાદી જાહેર કરી દીધી હતી. જેમાં વિસનગર, ખેરાલુ, માણસા અને પાદરા બેઠકો પરના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જો આમ આદમી પાર્ટીને અર્બુદા સેના દ્વારા સમર્થન આપવામાં આવ્યું હોત તો માણસા ખેરાલુ અને વિસનગરમાં વિપુલ ચૌધરી સહિતના ચૌધરી સમાજના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવનાર હતા પરંતુ સમર્થન ન મળતા છેવટે આજે ચાર ઉમેદવાર જાહેર કરી દેવાયા છે.

27 વર્ષ બાદ પરિવર્તન જરૂરી છે: કનૈયા કુમાર
કોંગ્રેસ નેતા કનૈયા કુમાર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે કોંગ્રેસ નેતા કનૈયા કુમારે જણાવ્યું હતું કે, ભગવાન બિરસ મુંડાએ કહ્યું છે કે, કઈ ખોટું ના બોલવું, કોઈનું ખરાબ ના કરવું. ગુજરાત પાસે દેશનો સૌથી મોટો દરીયાઇ પટ્ટો છે, કોંગ્રેસના વિરોધમાં પણ વિદ્યાર્થી આંદોલન પણ ગુજરાતમાં થયા. ગુજરાત શું નિર્ણય લે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, ગાંધી- પટેલની ભૂમિ પર અમે જ્ઞાન શું આપીએ. દેશની જનતાને અમે અપીલ કરીએ છીએ કે 27 વર્ષ બાદ પરિવર્તન જરૂરી છે. શ્રીરામનો વનવાસ પણ 14 વર્ષમાં પૂર્ણ થયો હતો. તો ગુજરાતમાં 27 વર્ષમાં ફેરફાર જરૂરી છે. મોરબીની ઘટનાએ ગુજરાત મોડેલ ઉઘાડું પાડ્યું છે. ભાવનાવાત્મક નહીં સત્ય પર લોકોની જરૂરીયાત પર ચુંટણીઓ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા કનૈયા કુમાર વડગામના કોંગ્રેસના ઉમેદવાર જિગ્નેશ મેવાણીના ઉમેદવારી પત્રક ભરવા સમયે તેઓ હાજર રહેશે. તમને જણાવી દઈએ કે, કનૈયા કુમાર જેએનયુના વિદ્યાર્થી સંધના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેઓ 28 સપ્ટેમ્બર 2021ના રોજ કોગ્રેસમાં જોડાયા હતા. હાલમાં કનૈયા કુમાર રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોવા મળી રહ્યા છે.

ખુદ અમિત શાહે હાજર રહી સાણંદના ઉમેદવારનું ફોર્મ ભરાવ્યું
અમિત શાહ સાણંદના ભાજપના ઉમેદવાર કનુ પટેલનું ફોર્મ ભરાવવા પહોંચ્યા હતા. તેમની હાજરીમાં ભાજપ ઉમેદવારે ફોર્મ ભર્યું હતું. આજે અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષો ફોર્મ ભરવા માટે આવ્યા હતા, ત્યારે કલેક્ટર ઓફિસની બહાર ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો પહોંચ્યા હતા. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકો આમને સામને આવી ગયા હતા અને ભાજપ સમર્થકોએ મોદી મોદી આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા કેજરીવાલના નારા લગાવ્યા હતા.જ્યારે ભાજપે પહેલાં ફોન કરીને અને ત્યારબાદ મોડી રાતે વધુ 12 ઉમેદવારો જાહેર કર્યા છે. આ સાથે જ તેના કુલ ઉમેદવારોનો આંક 178 થઈ ગયો છે. આ વખતે પ્રદીપસિંહ જાડેજાના સ્થાને વટવા બેઠક પર બાબુસિંહ જાદવને ટિકિટ આપી છે. અરવિંદ કેજરીવાલે છેલ્લી ઘડીએ ચરડા જવાનું રદ્દ કર્યું છે. અર્બુદા સેનાએ કોઈ રાજકીય પ્લેટફોર્મ આજના કાર્યક્રમમાં ના હોવું જોઈએ એવું નક્કી કર્યું છે.

કોંગ્રેસના બે ઉમેદવાર, એકે લેમ્બોર્ગિની અને બીજાએ ઊંટગાડીની સવારી કરી
કોંગ્રેસના અમદાવાદની અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ(ધમભાઈ) લેમ્બોર્ગિની કારમાં ફોર્મ ભર્યું હતું. તેમની કાર મામલતદાર ઓફિસ બહાર ઊભી રહેતા જ લોકોના જોવા માટે ટોળાં વળ્યાં હતાં. તો ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિજય બ્રહ્મભટ્ટ ઊંટગાડીમાં બેસીને ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજે મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે, ત્યારે હવે મારે ચૂંટણી ફોર્મ ભરવા માટે પણ ઊંટગાડી લઈને આવવું પડે છે.

કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી

મલ્લિકાર્જુન ખડગે

ભરતસિંહ એમ.સોલંકી

સોનિયા ગાંધીઅર્જુન મોઢવાડિયા
રાહુલ ગાંધીસિદ્ધાર્થ પટેલ
પ્રિયંકા ગાંધી વાડ્રાઅમિત ચાવડા
અશોક ગેહલોતનારણભાઈ રાઠવા
ભૂપેશ બઘેલજિજ્ઞેશ મેવાણી
રમેશ ચેન્નીથલાપવન ખેરા
દિગ્વિજય સિંહ

ઈમરાન પ્રતાપગઢી

કમલનાથકન્હૈયા કુમાર
ભૂપિન્દર સિંહ હુડ્ડાકાંતિલાલ ભૂરિયા
અશોક ચવ્હાણનસીમ ખાન
તારિક અનવરરાજેશ લીલોઠિયા
બી.કે. હરિપ્રસાદપરેશ ધાનાણી
મોહન પ્રકાશવીરેન્દ્રસિંહ રાઠોડ
શક્તિસિંહ ગોહિલઉષા નાયડુ
ડૉ. રઘુ શર્મારામકિશન ઓઝા
જગદીશ ઠાકોરબી.એમ. સંદીપ
સુખરામ રાઠવાઅનંત પટેલ
સચિન પાઈલટ

અમરિન્દર સિંહ રાજા વારિંગ

શિવાજી રાવ મોઘે

ઇન્દ્રવિજયસિંહ ગોહિલ

રમેશ ટીલાળાનું ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમાન ખોડલધામમાં રાજકારણને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવો નિયમ ટ્રસ્ટીઓ અને ચેરમેને બનાવ્યો છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ભાજપે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. આથી નિયમ મુજબ રમેશ ટીલાળાએ ખોડલધામ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજકારણમાં પ્રવેશ કરતા જ રમેશ ટીલાળાએ પોતાનું ટ્રસ્ટી પદેથી ખોડલધામમાંથી રાજીનામું આપ્યું છે.

25 સોસાયટીના 20 હજાર મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો
રાજકોટના મોટામવા વિસ્તારની 25 સોસાયટીના લોકો આજે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને મતદાન બહિષ્કારનો નિર્ણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરુષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’નાં બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ એકત્ર થઈને ‘હમારી માંગે પૂરી કરો પૂરી કરો, અમને પાણી પૂરું પાડું, નેતા ખુરશી ખાલી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓમાં પીવાના પાણીને લઈને આક્રોશ જોવા મળ્યો હતો. જો તંત્ર દ્વારા આ સોસાયટીના લોકોની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો કોઈ પણ મતદાન કરશે નહીં તેવો નિર્ણય લોકોએ કર્યો છે. તેમજ આગળ પણ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારના ઉમેદવારને મળ્યા
વિધાનસભા ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં છે. તેઓ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતી વિધાનસભાના ઉમેદવારોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે સોમવારે રાત્રે તેઓ નારણપુરા વિધાનસભાના ઉમેદવાર જીતેન્દ્ર પટેલ (ભગત)ના નારણપુરા સ્થિત મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ જીતેન્દ્ર પટેલને જિતાડવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું.

ઉ.ગુજરાતની 20 સીટો પર અસર થશે
વિપુલ ચૌધરીએ બે મહિના પહેલાં જ આમ આદમી પાર્ટીનો હાથ પકડવાના સંકેત આપ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં આકર્ષણ છે. સૌની પાર્ટી છે. પાર્ટીમાં હકારાત્મકતા ખૂબ છે. ગાંધીનગર મનપામાં આમ આદમી પાર્ટીના કોણ આગેવાન છે એ ખ્યાલ નથી, તેમ છતાં 20 ટકા મત મળ્યા છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મત ભાજપને અસર કરી જાય તેમ છે. એક સમયે શંકરસિંહ વાધેલા અને વિપુલ ચૌધરીને કોંગ્રેસમાં જોડાવાની વાતે કોંગ્રેસના સિનિયર નેતાઓનું એક જૂથ નારાજ થયું હતું.

ચૂંટણી કાર્ડ ન હોય તેવામાં આ 12 કાર્ડ માન્ય
ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ, બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક, શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલું હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર અન્વયે આરજીઆઇ દ્વારા ઇસ્યુ કરેલા સ્માર્ટ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ, કેન્દ્ર/રાજ્ય સરકારના જાહેર ક્ષેત્ર ઉપક્રમો, જાહેર લિમિ. કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો, સંસદભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલા યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) કાર્ડનો સમાવેશ થાય છે, જે રજૂ કરી મતદાન કરી શકાશે.

ભાજપ કાર્યકરો કમલમ્ ઘૂસી ગયા
ભાજપના અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણથી ટિકિટ અપાશે તે નક્કી છે. તેવામાં અલ્પેશની સાથે સંકળાયેલા ધવલસિંહને બાયડ બેઠક પર ભાજપની ટિકિટ ન મળતાં નારાજ છે. ત્યારે બાયડ ખાતે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માંગ સાથે સ્થાનિક ભાજપ કાર્યકરો કમલમ્ પહોંચ્યા હતા.

જમાલપુર-ખાડિયા બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી NSUI અને યૂથ કોંગ્રેસના નેતાઓ રાજીવ ગાંધી ભવને માથે લીધું હતું. અહીં તોડફોડ કરી હતી અને ભરતસિંહ સોલંકીની તસવીરોને સળગાવી હતી. એટલું જ નહીં, ત્યાં લગાવવામાં આવેલાં પ્રદેશ પ્રમુખનાં અત્યાર સુધીનાં બેનરમાંથી કેટલાંકને તોડી દેવાયાં હતાં અને કેટલાંક પર કાળી શાહી લગાવી હતી. કોંગ્રેસે સિટિંગ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને રિપીટ કર્યા છે.

ફોન કરીને ભાજપે 16 ઉમેદવારોને જાણ કરી
16 ઉમેદવારને ભાજપે ફોન કરી દીધા છે. જિજ્ઞા પંડ્યાને જેવી ના કહેવામાં આવી કે તેની થોડી જ મિનિટોમાં ભાજપે નવા ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને વઢવાણ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. તો અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર ટિકિટ પાકી થઈ ગઈ હોવાનું સૂત્રોનું કહેવું છે, અલ્પેશ 17મી નવેમ્બરે ફોર્મ ભરશે. ભાજપ દ્વારા 12 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભારે વિરોધ વચ્ચે ગાંધીનગર દક્ષિણમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે અને વટવામાં લાંબી કવાયત બાદ બાબુસિંહ જાદવને ટિકિટ આપી છે.

ભાજપે સોમવારે રાત્રે જાહેર કરેલા ઉમેદવારો

બેઠકઉમેદવાર
રાધનપુરલવિંગજી ઠાકોર
પાટણ

ડૉ. રાજુલબેન દેસાઈ

હિંમતનગરવી.ડી.ઝાલા
ગાંધીનગર દક્ષિણઅલ્પેશ ઠાકોર
ગાંધીનગર ઉત્તરરીટાબેન પટેલ
કલોલબકાજી ઠાકોર
વટવાબાબુસિંહ જાધવ
પેટલાદકમલેશ પટેલ
મહેમદાબાદઅર્જુનસિંહ ચૌહાણ
ઝાલોદમહેશ ભૂરિયા
જેતપુરજયંતીભાઈ રાઠવા
સયાજીગંજકેયૂર રોકડિયા
અન્ય સમાચારો પણ છે...