તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
26 વર્ષથી ગુજરાતમાં સત્તા સંભાળી રહેલા ભાજપે મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયનો નવો ઈતિહાસ રચી દીધો છે. 1995ની રામ લહેર કરતાં પણ મોટી જીત મેળવીને ભાજપે ગુજરાત પોતાનો અભેદ્ય ગઢ હોવાનું પુરવાર કરી દીધું છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાઓમાં ભાજપે કુલ 576 સીટોમાંથી 84 ટકા એટલે કે 483 બેઠકો પર વિજય નોંધાવ્યો છે. સુરતમાં કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શક્યા નથી. નબળા પરિણામોને પગલે કોંગ્રેસના શહેર પ્રમુખોએ રાજીનામા આપી દીધાં હતાં. પહેલીવાર રાજ્યમાં ચૂંટણી મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીએ સુરતમાં 27 બેઠકો જીતીને મુખ્ય વિપક્ષનું સ્થાન મેળવ્યું છે. આ જીતની ઉજવણી માટે અરવિંદ કેજરીવાલ 26 ફેબ્રુઆરીએ સુરત આવીને રોડ શૉ કરશે.
અત્યારનો ટ્રેન્ડ નીચે મુજબ છે
અમદાવાદ વોર્ડ વાઈઝ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
સુરત વોર્ડ વાઈઝ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
રાજકોટ વોર્ડ વાઈઝ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
વડોદરા વોર્ડ વાઈઝ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
જામનગર વોર્ડ વાઈઝ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
ભાવનગર વોર્ડ વાઈઝ રિઝલ્ટ જોવા અહીં ક્લિક કરો
સંભવિત મેયર?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જનતા તેમજ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો
આભાર ગુજરાત! મોદીએ એકપછી એક 3 પોસ્ટ કરી
રાજ્યભરની મ્યુનિસિપલ ચૂંટણીના પરિણામો સ્પષ્ટ રીતે બતાવે છે કે જનતાને વિકાસની રાજનીતિ તથા સારા શાસન પ્રત્યે અતૂટ વિશ્વાસ છે. ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ કરવા બદલ રાજ્યની જનતાનો આભાર. હંમેશાં ગુજરાતની સેવા કરવાનું ગૌરવ છે. ભાજપ ગુજરાતના તમામ કાર્યકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરું છું. કાર્યકર્તાઓ જનતા સુધી પહોંચ્યા અને પાર્ટીનું વિઝન સવિસ્તાર સમજાવ્યું. ગુજરાત સરકારની લોક તરફી નીતિઓએ સમ્રગ રાજ્યને હકારાત્મક અસર કરી છે. આજની જીત આખા ગુજરાત માટે ખાસ છે. આ અસાધારણ જીતને રેકોર્ડ કરવા માટે છેલ્લાં બે દાયકાથી રાજ્યની સેવા કરતી પાર્ટી માટે આ નોંધપાત્ર છે. સમાજના તમામ વર્ગ અને તેમાંય ખાસ કરીને ગુજરાતના યુવાનોનું ભાજપ તરફી વ્યાપક સમર્થન જોઈને આનંદ થયો.
પરિણામ અપડેટ
2015ની તુલનામાં ભાજપની 63 બેઠકો વધી તો કોંગ્રેસની 90 ઘટી
કોંગ્રેસના પરાજય માટે કયા કારણો જવાબદાર
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પહેલીવાર આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીએ ઝંપલાવતા કોંગ્રેસના વોટમાં ભાગલા પડ્યા. કોંગ્રેસના અસંતુષ્ટોએ પાર્ટી બદલતા પણ નુકસાન થયું.
રાજકોટ રિઝલ્ટ
રાજકોટમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ વોર્ડ નં.1, 3, 11 અને 17માં બેઠકો કરી હતી અનેે હાર્દિક પટેલની વોર્ડ નં.4, 5, 6, 8, 11, 12 અને 13માં જાહેરસભા યોજાઈ હતી, પરંતુ આ તમામ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો ભૂંડી રીતે હાર્યા હતા. બીજી બાજુ ભાજપના પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વોર્ડ નં.7માં તેમનો રોડ શો યોજાયો હતો, જ્યાં ભાજપના ઉમેદવારો રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા હતા.
સુરત રિઝલ્ટ
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં 20 વર્ષ પછી સુરત કોંગ્રેસ મુક્ત શહેર બન્યું છે. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકમાં ભાજપે 93 બેઠક તો આપ પાર્ટીએ 27 બેઠક પર કબ્જો મેળવ્યો છે. વરાછા વિસ્તારની 27 બેઠક આપ પાર્ટીના જીતવા પાછળ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઇ પાસ સાથે કરવામાં આવેલો અન્યાય, તક્ષશીલા કાંડ, મોંઘવારી સહિતના ફેકટરો કામ કરી ગયા હોવાનું કહેવાય છે. કોંગ્રેસના સૂંપડા સાફ થઇ જતાં સુરત મહાનગર પાલિકાના ઇતિહાસમાં પહેલીવાર આપ પાર્ટી વિપક્ષમાં બેસશે. શહેર ભાજપ મહામંત્રી પદેથી રાજીનામું આપી કતારગામ વેડરોડમાંથી ચૂંટણી લડનાર લલીત વેકરિયાની પણ હાર થઇ ગઇ છે. માત્ર પ્રજાપતિ ઉમેદવારને જ જીતાડવા થયેલા કેમ્પેઇને લીધે લલીત વેકરિયાનો ભોગ લેવાઇ ગયો છે.
વડોદરા રિઝલ્ટ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 69 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠક જીતી શકી છે. આમ ભાજપે વડોદરા મહાનગરપાલિકામાં બહુમત મેળવીને ફરી એકવાર સત્તા પ્રાપ્ત કરી છે. વોર્ડ નં-2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 14, 15, 17, 18 અને 19માં ભાજપની પેનલની જીત થઈ છે અને વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં-6માં એકવાર રિકાઉન્ટિંગ કર્યાં બાદ ફરીથી રિકાઉન્ટિંગની માગ સાથે સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. જ્યાં પોલીસ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું છે.
જામનગર રિઝલ્ટ
જામનગરમાં ભાજપે કોંગ્રેસના ગઢ ગણાતા વોર્ડ નં. 15માં ગાબડું પાડ્યું છે., ત્રણ બેઠકો ભાજપ જીત્યું, 1માં કોંગ્રેસની જીત થઇ છે. જામનગરમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભાની હાર થઇ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા. માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી છે.
ભાવનગર રિઝલ્ટ
ભાવનગર શહેરમાં 13 વોર્ડની 52 બેઠકો માટેની ચૂંટણીમાં પરિણામ જાહેર થતાં ભાજપનું કમળ પૂર્ણપણે ખિલતા કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો. કુલ 53 બેઠક પૈકી ભાજપને 44 અને કોંગ્રેસના ફાળે 8 બેઠક આવી હતી. વિભાવરીબેન દવે અને જીતુ વાઘાણી બન્ને ધારાસભ્યો એક થતા ભાજપનો વિજય થયો છે. ગત ચૂંટણીની તુલનામાં ભાજપને 10 બેઠકનો ફાયદો થયો છે જ્યારે કોંગ્રેસને 10 બેઠકનુ઼ નુકશાન ભોગવવું પડ્યું છે. 1995થી આ 2021 સુધી એટલે કે સતત છઠ્ઠી ચૂંટણીમાં શાનદાર વિજય મેળવી ભાજપે ભાવનગર મ્યુ. કોર્પો.ના શાસનમાં વિજયી છગ્ગો ફટકાર્યો છે.
કઈ મનપામાં કેટલા વોર્ડ, બેઠક અને કયા પક્ષના કેટલા ઉમેદવાર
કોર્પોરેશન | કેટલા વોર્ડ | બેઠક | કેટલા ઉમેદવારો | ભાજપ | કોંગ્રેસ | આપ | અપક્ષ |
અમદાવાદ | 48 | 192 | 773 | 191 | 188 | 156 | 87 |
સુરત | 30 | 120 | 484 | 120 | 117 | 113 | 58 |
વડોદરા | 19 | 76 | 279 | 76 | 76 | 41 | 30 |
જામનગર | 16 | 64 | 236 | 64 | 62 | 48 | 27 |
રાજકોટ | 18 | 72 | 293 | 72 | 70 | 72 | 20 |
ભાવનગર | 13 | 52 | 211 | 52 | 51 | 39 | 4 |
કુલ | 144 | 576 | 2276 | 575 | 564 | 419 | 226 |
2015ના ચૂંટણી પરિણામો
કોર્પોરેશન | બેઠક | બિન હરિફ | ભાજપ | બિનહરિફ | કોંગ્રેસ | અપક્ષ |
અમદાવાદ | 192 | 0 | 143 | 0 | 48 | 1 |
સુરત | 116 | 1 | 79 | 1 | 36 | |
વડોદરા | 76 | 1 | 57 | 1 | 14 | 4 |
રાજકોટ | 72 | 0 | 38 | - | 34 | - |
જામનગર | 64 | 0 | 38 | - | 24 | 2 |
ભાવનગર | 52 | 0 | 34 | - | 18 | - |
2010થી 2021 સુધીનું મતદાન
મનપા | 2010 | 2015 | 2021 |
અમદાવાદ | 44.12 | 46.51 | 42.51 |
સુરત | 42.33 | 39.93 | 47.14 |
રાજકોટ | 41.06 | 50.4 | 50.72 |
વડોદરા | 44.41 | 48.71 | 47.84 |
જામનગર | 50.35 | 56.77 | 53.38 |
ભાવનગર | 45.25 | 47.49 | 49.46 |
કુલ | 43.68 | 45.81 | 46.08 |
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.