તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ફેમ ઇન્ડીયા મેગેઝિનનાં સર્વેમાં દેશના ટોપ 50 IPS અધિકારીઓમાં ગુજરાતના 3 IPS સામેલ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહિલા IPS વિધિ ચૌધરી - Divya Bhaskar
મહિલા IPS વિધિ ચૌધરી
 • ભારતના ટોપ-50 લોકપ્રિય પોલીસ વડામાં ગુજરાતના 3ને સ્થાન

ફેમ ઈન્ડિયાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાસ્તરે સુરક્ષા, શાંતિ અને જનતામાં કાયદા પ્રત્યે વિશ્વાસ જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલાં પોલીસ અધિકારીઓને શ્રેય અને સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટોપ 50 IPS અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જેમા ગૌરવની વાત છે કે, ગુજરાતના 3 IPS અધિકારીઓ પણ સામેલ થયા છે. 2 મહિલા અને 1 પુરુષ એમ કુલ 3 IPSની પસંદગી કરવામાં આવી છે.

ફેમ ઇન્ડિયાએ દેશના ટોપ 50 IPS ની પસંદગી કરી છે તેમાં ગુજરાતના 3 IPS ને પણ સ્થાન મળ્યું છે. 2 મહિલા અને 1 પુરુષ એમ કુલ 3 IPS ની પસંદગી કરવામાં આવી છે. વિધિ ચૌધરી, શ્વેતા શ્રીમાળી અને રાહુલ ત્રિપાઠીની હાલ પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય IPSનું પણ ફેમ ઇન્ડીયા મેગેઝિન દ્વારા સન્માન કરવામાં આવશે.

લોકોમાં જો સુરક્ષાની મજબૂત ભાવના હોય તો જ સમાજ પ્રગતિ અને વિકાસના પથ પર આગળ વધી શકે છે. આવા સમાજની રચનામાં જિલ્લાના પોલીસ વડા એટલે કે, SSP, SP, DCP અને પોલીસ કમિશ્નરની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. કાયદો અને વ્યવસ્થાની મજબૂત સ્થિતિ અને ભયમુક્ત સમાજનું નિર્માણ કોઈ પણ સરકાર માટે પ્રાથમિકતાની સાથે સાથે એક મોટો પડકાર પણ હોય છે. જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોય ત્યાંના સર્વાંગી વિકાસ પર પણ અસર પડે છે.

કાયદાનું ચુસ્તપણે પાલન કરાવવું, લૂંટ જેવી ગુનાખોરી પર નિયંત્રણ મેળવવું અને ટ્રાફિક વ્યવસ્થાથી લઈને સલામતી મજબૂત કરવાની સાથે સાથે જનતાનું મનોબળ વધારવામાં અને અપરાધ પર અંકુશ મેળવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા પોલીસ વડાઓની હોય છે. પદની ગરિમા જાળવવાની સાથે સાથે જવાબદારીનું ઈમાનદારીથી પાલન કરવામાં પણ તેમનો ફાળો અમૂલ્ય હોય છે. કાયદો અને વ્યવસ્થાની નક્કર સ્થિતિ અને ગુનાખોરી પર અંકુશથી જ સામાન્ય જનતાનું જીવન સરળ અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ બને છે.

ફેમ ઈન્ડિયાના સંપાદકીય પ્રમુખ યુ. એસ. સોંથાલિયાએ જણાવ્યું કે, સકારાત્મક મીડિયા હોવાના નાતે ફેમ ઈન્ડિયાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લાસ્તરે સુરક્ષા, શાંતિ અને જનતામાં કાયદા પ્રત્યે વિશ્વાસ જગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલાં પોલીસ અધિકારીઓને શ્રેય અને સન્માન આપવાનો નિર્ણય કર્યો છે. વર્તમાન સમયમાં દેશભરમાં લગભગ 700થી વધારે જિલ્લા પોલીસ અધિકારીમાંથી માત્ર 50 લોકપ્રિય પોલીસ અધિકારીની પસંદગી કરવાનું કામ ખૂબ પડકારજનક હતું. આ કામ પાર પાડવા માટે ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ સર્વેએ સૌપ્રથમ તો અલગ-અલગ સ્ત્રોત અને ગ્રાઉન્ડ સર્વેના આધારે ટોચનાં 200 જિલ્લા પોલીસ વડાની યાદી તૈયાર કરી હતી.

જેમાં SP, SSP અને જિલ્લા પોલીસ કમિશ્નર સહિતનાં અધિકારીઓનો સમાવેશ થાય છે...અધિકારીઓની પસંદગી કરવા માટે અમે 12 માપદંડ નક્કી કર્યાં હતા જે મુજબ ક્રાઈમ કંટ્રોલ, લો & ઓર્ડરમાં સુધારો, પીપલ્સ ફ્રેન્ડલી, દૂરંદેશી, ઉત્કૃષ્ટ વિચારસરણી, જવાબદારીનું અસરકારક પાલન, ત્વરિત નિર્ણાયક ક્ષમતા, સજાગતા, વ્યવહારમાં કુશળતાના મોરચે અધિકારીઓનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકન કરવા માટે અમે અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાતોનો અભિપ્રાય લીધો હતો તેમજ વાસ્તવિક સ્થિતિ અને મીડિયાના અહેવાલોનો આધાર પણ લીધો હતો. આ 200 જિલ્લા પોલીસ વડાઓને તેમની શ્રેષ્ઠતાના આધારે 50 કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા.,પછી તેમાંથી 50 લોકપ્રિય પોલીસ વડાઓને અલગ તારવીને વિભિન્ન કેટેગરીની યાદી બનાવી છે અને તેનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો