તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિહાર ઇલેક્શન:કોરોનાને કારણે વિવાદમાં આવેલા વિજય નેહરા સહિત ગુજરાતના 11 અધિકારીને બિહાર ચૂંટણીની જવાબદારી સોંપાઈ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 11 IAS અધિકારી ઓબ્ઝર્વરની જવાબદારી સંભાળશે

અમદાવાદ: બિહારમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી છે, જેને લઈને તાબડતોબ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતના કોરોનાવિવાદમાં ફસાયેલા વિજય નેહરા સહિત 11 IAS અધિકારીને ચૂંટણીમાં ઓબ્ઝર્વરની જવાબદારી સોંપવામાં આવી છે. ચૂંટણીપંચના નિયમ અનુસાર, પોતાના વતનના IAS અધિકારીઓને ઓબ્ઝર્વરની જવાબદારી સોંપી શકાતી નથી. આ પહેલાં ચૂંટણી માટે માત્ર 10 અધિકારીને નક્કી કરાયા હતા, પરંતુ હવે આ લિસ્ટમાં વધુ બે અધિકારીનાં પણ નામ ઉમેરવામાં આવ્યાં છે.

ગઈકાલે ચૂંટણીપંચે તમામ અધિકારીઓનું વર્ચ્યુઅલ બ્રિફિંગ સેશન યોજ્યું હતું
બિહાર ચૂંટણી માટે ગુજરાતના 11 IAS અધિકારીઓ ઓબ્ઝર્વરની જવાબદારી હેઠળ રહેશે, જેમાં વિજય નેહરા, પી. ભારતી, રૂપવંતસિંઘ, કે.એલ. બચાણી, દિલીપકુમાર રાણા, લોચન સહેરા, ડી.ડી. કાપડિયા, અનુપમ આનંદ, સંદીપકુમાર, બી.કે. પંડ્યા અને એમ.આઈ.પટેલનાં નામ સામેલ છે. આ તમામ અધિકારીઓનું વર્ચ્યુઅલ બ્રિફિંગ સેશન ચૂંટણીપંચે ગઈકાલે યોજ્યું હતું.

કોરોનાના વધતા કેસોને લઈને વિવાદમાં હતા વિજય નેહરા
અમદાવાદમાં સતત કોરોનાના વધતા કેસોને લઈને પણ વિજય નેહરા સરકારની આંખમાં ખૂંચતા હતા, સાથે અમદાવાદના સત્તાધીશો દ્વારા સીએમ લેવલ સુધી પણ વિજય નેહરાની ફરિયાદ કરી હતી, જેને કારણે તેમની આ રીતે બદલી કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરપદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતેના રૂરલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં તેમના સ્થાને મુકેશ કુમારની નિમણૂક અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. અત્યારસુધી મુકેશ કુમાર ગાંધીનગર શહેરમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ અધિકારી હતા અને હવે તેમને AMCના મ્યુનિસિપલ કમિશનર બનાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...