તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘગસ:ગુજ. યુનિ.ના વિદ્યાર્થી અને તેના મિત્રએ રેપિડ રિવિઝન શરૂ કર્યું

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રેક્ટિસ માટે પેપર્સ ન મળતા તેનું મટીરિયલ તૈયાર કર્યું
 • ધો. 9-10ના વિદ્યાર્થીઓને ફ્રીમાં ભણાવવામાં આવશે

ધોરણ 9 અને 10ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવવા માટે બે યુવાઓને રેપિડ રિવિઝનના ફ્રી ક્લાસ શરૂ કર્યા છે. એવા વિદ્યાર્થીઓ કે જેમને બોર્ડ એક્ઝામમાં પેપર્સ પ્રેક્ટિસ માટે મળતા નથી. ટ્યુશન એફોર્ડ નથી કરી શકતા તેવા વિદ્યાર્થીઓને ભણવવામાં આવશે. જે માટે તેમને મટિરિયલ પણ તૈયાર કર્યું છે. સ્કૂલના આ વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ગુજરાત યુનિવર્સિટીનો વિદ્યાર્થી યશ તિરમલ અને તેનો મિત્ર મીત ભેડા કરશે. તેઓ આ ક્લાસ મણિનગર વિસ્તારમાં શરૂ કરશે. જ્યાં 35થી વધુ વિદ્યાર્થીઓએ બે દિવસમાં તૈયારી દર્શાવી હતી. જોકે, પુરા શહેરમાંથી આ બે ધોરણના કોઈ પણ વિદ્યાર્થીઓ ફ્રી ભણવા આવી શકે છે.

આ અંગે યશે કહ્યું હતું કે, અમે મેથ્સ, સાયન્સ અને ઈંગ્લિશના વિદ્યાર્થીઓને ભણાવીશું. રેપિડ રિવિઝન માટે 3000 એમસીક્યુ, 2500 માર્કર્સ, 500 ક્વેશ્ચનરીઝ, ચેપ્ટર પ્રમાણેની રિવિઝન નોટ, પેપર સેટ અત્યારથી જ તૈયાર કર્યા છે. અમે અલગ અ‌લગ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડીશું અને સરકારની દરેક ગાઈડલાઈનનું પાલન કરીશું. આ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પેપર સ્ટાઈલ વૈકલ્પિક છે તેથી નવી પેપર સ્ટાઈલ પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરાવીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો