મોનસૂન ઓડિટ:30 વર્ષના સૌથી નબળા ચોમાસાનો અણસાર, ગત વર્ષની સરખામણીમાં ગુજરાતમાં 46% ઓછો વરસાદ, 15 જિલ્લામાં 50%થી વધુ વરસાદની ઘટ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • જૂનમાં 5, જુલાઈમાં 7, ઓગસ્ટમાં અત્યાર સુધી સરેરાશ 1 જ ઇંચ વરસાદ, 72 જળાશયોમાં 25%થી પણ ઓછો જળસંગ્રહ
  • ઉત્તર ગુજરાતમાં હજુ સુધી માત્ર 31% વરસાદ, જળાશયોમાં 24% પાણી

રાજ્યમાં અત્યાર સુધી 38.05% વરસાદ થયો છે. ગત વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 46% ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48%ની ઘટ છે.ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. 26 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 6 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ છે.

ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 46.84% છે. સરદાર સરોવર ડેમમાં 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 24.12%, મધ્યમાં 36.70%, દક્ષિણમાં 57.92%, કચ્છમાં 21.69%, સૌરાષ્ટ્રમાં 39.31% પાણીનો સંગ્રહ છે. માત્ર 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 72 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. છેલ્લા 30 વર્ષમાં 2000મા સૌથી ઓછો સરેરાશ 18 ઈંચ વરસાદ નોંધાયો હતો.

  • 15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ
  • 26 તાલુકાઓમાં 5 ઇંચથી પણ ઓછો વરસાદ
  • 72 જળાશયોમાં 25%થી પણ ઓછો જળસંગ્રહ
  • સરદાર સરોવર નર્મદા ડેમ 46% ભરેલો
  • આ અઠવાડિયામાં સારા વરસાદની આગાહી નથી
ઝોનડેમમાં પાણીવરસાદ
ઉત્તર24.12%31.30%
મધ્ય41.61%36.70%
દક્ષિણ57.92%43.49%
કચ્છ21.69%31.74%
સૌરાષ્ટ્ર39.31%34.27%
કુલ46.84%38.05%

8 વર્ષ 40 ઇંચથી વધારે વરસાદ

વર્ષવરસાદ
199450 ઇંચ
200546 ઇંચ
200649 ઇંચ
200745 ઇંચ
201042 ઇંચ
201347 ઇંચ
201947 ઇંચ
202045 ઇંચ

5 વર્ષ 24 ઇંચથી ઓછો વરસાદ

વર્ષવરસાદ
199121 ઇંચ
199920 ઇંચ
200018 ઇંચ
200221 ઇંચ
201223 ઇંચ

રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના
પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જોકે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...