રાજ્યમાં અત્યાર સુધી 38.05% વરસાદ થયો છે. ગત વર્ષે 18 ઑગસ્ટ સુધી રાજ્યમાં 83.59% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 46% ઓછો વરસાદ છે. સરેરાશ વરસાદની સામે રાજ્યમાં 48%ની ઘટ છે.ઓગસ્ટમાં 18 દિવસમાં સરેરાશ એક ઈંચ પણ વરસાદ થયો નથી. રાજ્યમાં તમામ 33 જિલ્લાઓમાં સરેરાશથી ઓછો વરસાદ છે. 15 જિલ્લાઓમાં 50%થી પણ વધારે વરસાદની ઘટ છે. 26 તાલુકાઓમાં 5 ઇંચથી ઓછો વરસાદ છે. માત્ર 6 તાલુકાઓમાં 40 ઇંચથી વધારે વરસાદ છે.
ગુજરાતના 207 જળાશયોમાંથી માત્ર 3 જળાશય 100 ટકા ભરેલા છે. હાલમાં કુલ જળસંગ્રહ 46.84% છે. સરદાર સરોવર ડેમમાં 45.59% છે. ઉત્તર ગુજરાતમાં 24.12%, મધ્યમાં 36.70%, દક્ષિણમાં 57.92%, કચ્છમાં 21.69%, સૌરાષ્ટ્રમાં 39.31% પાણીનો સંગ્રહ છે. માત્ર 25 ડેમોમાં જ 70%થી વધુ પાણી છે. 72 જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. છેલ્લા 30 વર્ષમાં 2000મા સૌથી ઓછો સરેરાશ 18 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ઝોન | ડેમમાં પાણી | વરસાદ |
ઉત્તર | 24.12% | 31.30% |
મધ્ય | 41.61% | 36.70% |
દક્ષિણ | 57.92% | 43.49% |
કચ્છ | 21.69% | 31.74% |
સૌરાષ્ટ્ર | 39.31% | 34.27% |
કુલ | 46.84% | 38.05% |
8 વર્ષ 40 ઇંચથી વધારે વરસાદ
વર્ષ | વરસાદ |
1994 | 50 ઇંચ |
2005 | 46 ઇંચ |
2006 | 49 ઇંચ |
2007 | 45 ઇંચ |
2010 | 42 ઇંચ |
2013 | 47 ઇંચ |
2019 | 47 ઇંચ |
2020 | 45 ઇંચ |
5 વર્ષ 24 ઇંચથી ઓછો વરસાદ
વર્ષ | વરસાદ |
1991 | 21 ઇંચ |
1999 | 20 ઇંચ |
2000 | 18 ઇંચ |
2002 | 21 ઇંચ |
2012 | 23 ઇંચ |
રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના
પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે. જોકે આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.