વિવાદ:DPS ઇસ્ટના વાલીઓને બોપલ બ્રાન્ચમાં પ્રવેશ ન મળતાં વિરોધ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમણે વિરોધ કર્યો હતો તેમને જ પ્રવેશ ન અપાયાનો આક્ષેપ
  • ઘણા વાલીઓએ સંતાનોના દસ્તાવેજો 1 મહિના પહેલાથી જમા કરાવ્યા છતાં પણ એડમિશન ફાળવવામાં આવ્યાં નથી

ડીપીએસ ઇસ્ટના વાલીઓને ડીપીએસ બોપલ સ્કૂલમાં એડમિશન ન ફાળવાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે, જે વાલીઓએ સ્કૂલની સામે વિરોધ દર્શાવ્યો હતો તે તમામ વાલીના બાળકોને બોપલ સ્કૂલમાં એડમિશન અપાયાં નથી.

હાથીજણ પાસે આવેલી ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વિદ્યાર્થીઓને ડીપીએસ બોપલમાં પ્રવેશ ફાળવવામાં ન આવતાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ વાલીઓએ જણાવ્યું હતું કે, ઘણા વાલીઓએ પોતાનાં બાળકોના દસ્તાવેજો એક મહિના પહેલાથી જમા કરાવ્યા છે છતાં પણ સ્કૂલ દ્વારા તેઓને એડમિશન ફાળવવામાં આવ્યાં નથી. ડીપીએસ સ્કૂલે વાલીઓ સાથે વિરોધનું વલણ રાખીને બાળકોને એડમિશન આપ્યાં નથી.

ડીપીએસ - ઇસ્ટ બંધ કરવાના આદેશ સાથે વાલીઓએ માગ કરી હતી કે જે વાલીઓને ડીપીએસ બોપલમાં એડમિશન લેવા હોય તેઓને ત્યાં એડમિશન શિફ્ટ કરવામાં આવે. સ્કૂલે પણ વાલીઓને એડમિશન ટ્રાન્સફર કરી આપવા જણાવ્યું હતું, પરંતુ ઘણા વાલીઓના બાળકોને હજુ સુધી બોપલ બ્રાન્ચમાં એડમિશન ન મળતા વાલીઓએ સ્કૂલ ભેદભાવ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ડીપીએસ બોપલના ઓએસડી ઉન્મેશ દીક્ષિતે જણાવ્યું હતું કે, ‘અમે અત્યાર સુધી વિવિધ ક્લાસ માટે 100 અરજી કરનારા વિદ્યાર્થીઓને એડમિશન આપ્યું છે.’

અન્ય સમાચારો પણ છે...