કોરોના ગુજરાત:રાજ્યમાં કોરોનાના નવા 121 કેસ, 6 મોટા શહેરોમાં કેસ વધ્યાં; અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 121 કેસ નોંધાયા છે. જેની સામે 35 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 521 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 521 એક્ટિવ કેસ છે. જેમાંથી 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 518 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,836 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 49 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 49 કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ રાજકોટમાં 12 નવા કેસ સામે 3 ડિસ્ચાર્જ થયા છે. સુરતમાં 12 નવા કેસ સામે 2 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે મહેસાણામાં 11 નવા કેસ નોંધાયા છે અને 3 ડિસ્ચાર્જ થયા છે. વાત કરી રાજકોટ જિલ્લાની તો 7 નવા કેસ નોંધાયા છે અને 5 ડિસ્ચાર્જ થયા છે. જ્યારે સાબરકાંઠામાં 6 નવા કેસ સામે 2 ડિસ્ચાર્જ થયા છે.

ગુજરાત-મહારાષ્ટ્રમાં મળ્યો રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ XBB
ગુજરાત અને મહારાષ્ટ્રમાં રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ XBBનું એક નવો સબ વેરિયન્ટ મળ્યો છે. આ રિકોમ્બિનેન્ટ વેરિયન્ટ ઓમિક્રોનના બે સબ વેરિયન્ટથી મળીને બન્યો છે. 15 ફેબ્રુઆરી બાદથી બંને રાજ્યોમાં મોટાભાગના સેમ્પલમાં આ જ વેરિયન્ટ મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...