છેલ્લા કેટલાક સમયથી નુકસાનીમાં ચાલતી એસ.ટી. નિગમની પ્રીમિયમ બસ એટલે કે વોલ્વો ધીમે ધીમે પાટે ચડવા લાગી છે. એસ.ટી. નિગમ દ્વારા વર્ષ 2011માં વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી હતી. એની કામગીરી ખાનગી બસ એજન્સીને સોંપી હતી. વોલ્વો બસ સેવાએ છેલ્લાં 5 વર્ષમાં 125 કરોડની ખોટ કરી છે, પરંતુ સમય જતાં નિગમે પ્રીમિયમ બસ સેવામાં કેટલાક મહત્ત્વપૂર્ણ સુધારા લાવતાં વોલ્વોમાં પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે તેમજ બે માસથી દર મહિને 35 લાખનો નફો થઈ રહ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવની પણ અસર થઈઃ એસટીના પ્રવક્તા
આ અંગે એસ.ટી. નિગમના પ્રવક્તા કે.ડી દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 'દિવસે ને દિવસે લોકોની પ્રતિક્રિયા જાણીને બસ સેવાને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવની અસર પણ એમાં જોવા મળી રહી છે. એકંદરે 20% જેટલું નુકસાન નિગમને થઈ રહ્યું છે'
પ્રવાસીઓ ન મળતાં હોય એ રૂટ બંધ કર્યા
એસટી નિગમ દ્વારા ભૂતકાળના અનુભવોના આધારે જે રૂટ પર પ્રવાસીઓની સંખ્યા ઓછી રહેતી હતી, એ રૂટ બંધ કરવામાં આવ્યા અને કેટલાક નવા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. આંતર રાજ્ય પ્રીમિયમ બસ સર્વિસમાં સારા પરિણામ ન મળતા તેના રૂટ પણ ટૂંકાવ્યા છે, જેની સીધી અસર ખર્ચ પર જોવા મળી છે. જોકે કોરોનાકાળમાં બસો બંધ હોવાથી મોટું આર્થિક નુકસાન થયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.