તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ બ્રીફ:GTUની ઓનલાઈન પરીક્ષા યોજાશે, ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, 36 શહેરમાં સવારના 9થી 6 વાગ્યા સુધી વેપાર-ધંધામાં છૂટ

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નમસ્કાર!

હવામાન વિભાગે ઉમરપાડામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં ફાયર NOC તથા BU પરમિશન વિના ચાલતા યુનિટો સામે AMC કાર્યવાહી કરશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ51,849.48-85.40
ડોલરરૂ.73.08+0.18
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ50,900-

આ 3 ઘટના પર રહેશે નજર
1) તાઉ તે-વાવાઝોડાને કારણે મોકૂફ રહેલી GTUની પરીક્ષા યોજાશે, MCQ આધારિત ઓનલાઈન પરીક્ષા લેવાશે.
2) સુરત જિલ્લાના ઉમરપાડામાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા.
3) અમદાવાદમાં ફાયર NOC તથા BU પરમિશન વિના ચાલતા યુનિટો સામે AMC કાર્યવાહી કરશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ, કેબિનેટની બેઠકમાં લેવાયેલો નિર્ણય, PMના નિર્ણયને CMએ માન્યો
CBSEની પરીક્ષા રદ થયા બાદ મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. ત્યાર બાદ બુધવારે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે ધોરણ 10ના રિપીટરોની પરીક્ષા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યનાં 36 શહેરમાં સવારના 9થી 6 વાગ્યા સુધી વેપાર-ધંધામાં છૂટ, 4 જૂનથી અમલ, રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં
કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે, જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડિયું લંબાવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં તમામ દુકાનો વાણિજ્ય સંસ્થાઓ, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, હેરકટિંગ સલૂન, બ્યુટીપાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ 4 જૂનથી સવારે 9 વાંગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની છૂટ આપી છે તેમજ હવે રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
વાંચો સમાચાર વિગતવાર

3) 4 શહેર અને 22 જિલ્લામાં એકેય મોત નહીં, એક મહિના બાદ પહેલીવાર 1333ના રિપોર્ટ પોઝિટિવ અને 18નાં મોત
રાજ્યનાં 4 શહેર અને 22 જિલ્લામાં કોરોનાથી એકેય દર્દીનું મોત થયું નથી, જ્યારે અઢી મહિના બાદ પહેલીવાર 1415થી ઓછા નવા કેસ નોધાયા છે. અગાઉ 19 માર્ચે એટલા કેસ નોંધાયા હતા. રાજ્યમાં 24 કલાકમાં 1333 નવા કેસ નોંધાયા છે, તો સતત ત્રીજા દિવસે 5 હજારથી ઓછા દર્દીએ કોરોનાને હરાવ્યો છે અને 4 હજાર 98 દર્દી સાજા થયા છે. તો દૈનિક મૃત્યુઆંક 18 થયો છે.
વાંચો સમાચાર વિગતવાર

4) રાજકોટના વેજાગામે કૌટુંબિક બે ભાઇ અને એક બહેનના મૃતદેહ મળ્યા, ત્રણેયે કૂવામાં ઝંપલાવ્યાની શંકા
રાજકોટના કાલાવડ રોડ પર દિલ્હી પબ્લિક સ્કૂલ સામે વેજાગામથી વાજડી ગામ જવાના કાચા રસ્તા પર એક કૂવામાંથી એક જ પરિવારનાં બે ભાઇ અને એક બહેનના મૃતદેહ મળી આવ્યા છે. મૃતક ત્રણેય કૌટુંબિક ભાઇ-બહેન થાય છે. ત્રણેયે એક જ બાઇકમાં આવી કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યાની શંકા પોલીસની પ્રાથમિક તપાસમાં વ્યક્ત કરવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

5) GSEBએ કોરોનાને કારણે ધોરણ 10-12ની પરીક્ષા ન લીધી, તો રૂ.41 કરોડથી વધુની ફી પાછી આપશે કે કેમ?
GSEBની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ થતાં ધોરણ 10ના 8.50 લાખ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી નથી છતાં પરીક્ષા ફી લેવામાં આવી છે, તો હવે પરીક્ષા ફી પરત આપવા અપાશે કે કેમ? વિદ્યાર્થીઓ પાસેથી 41 કરોડ કરતાં વધુની પરીક્ષા ફી પણ લેવામાં આવી છે. હવે પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પણ પરત આપવા માગ ઊઠી છે.
વાંચો સમાચાર વિગતવાર

અન્ય સમાચારો પણ છે...