હરિફાઈમાં તૃતિય સ્થાન મેળવ્યું:GTUએ વુડબોલ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો

અમદાવાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશની કુલ 24 યુનિવર્સિટીના 96 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો

રાજ્યની ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે. ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ રમત- ગમતમાં પણ આગળ આવે તે હેતુસર સમયાંતરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન તથા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં વિદ્યાર્થીઓની ટીમ પણ તૈયાર કરવામાં આવે છે. જે યુનિવર્સિટી અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી દ્વારા જયપુર ખાતે આયોજીત 3જી વુડ બોલ સ્પર્ધામાં જીટીયુની ટીમે તૃતિય સ્થાન હાંસલ કરીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં વુડ બોલનો સમાવેશ
છેલ્લા 3 વર્ષથી ઑલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં વુડ બોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી વુડ બોલ ગેમ્સમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટીને પુરુષ વિભાગમાં મેડલ મળ્યો નહતો. આ વર્ષે ઈતિહાસ રચીને બ્રોન્ઝ મેડલ મેળવીને યુનિવર્સિટી તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. દેશની કુલ 24 યુનિવર્સિટીના 96 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ફેર-વે કેટેગરીમાં કુલ 48 વિદ્યાર્થીઓ સાથેની સ્પર્ધામાં જીટીયુ સંલગ્ન મધુબેન એન્ડ ભાનુભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના વિદ્યાર્થી વેદાંત ખાખડીયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

જીટીયુના વિદ્યાર્થીઓ રમગ-ગમત ક્ષેત્રે પણ અગ્રહરોળમાં
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુના વિદ્યાર્થીઓ ન માત્ર ટેક્નિકલ ક્ષેત્રે જ પરંતુ રમગ-ગમત ક્ષેત્રે પણ અગ્રહરોળમાં સ્થાન પ્રાપ્ત કરે છે.જે સમગ્ર જીટીયુ પરિવાર માટે ગૌરવની વાત છે. વિજેતા વિદ્યાર્થી વેદાંત ખાખડીયાને જીટીયુના કુલપતિ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પ્રોત્સાહીત કરીને ભવિષ્યમાં ઉત્તરોઉત્તર પ્રગતી કરવા માટે શુભકામના પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...