તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:19 જાન્યુઆરીથી જીટીયુ બીઈની પરીક્ષા લેશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓફલાઇનમાં વિદ્યાર્થીઓની હાજરીને ધ્યાને લઇને જીટીયુએ બીઇની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કર્યું છે. પરીક્ષા 19 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. 62 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પાંચમાં સેમિસ્ટરથી લઇને 10 સેમેસ્ટર સુધીના વિદ્યાર્થીઓ 350 કેન્દ્રો પર પરીક્ષા આપશે.

આ પહેલા જીટીયુની અત્યાર સુધી લેવાયેલા ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓની હાજરી 98 ટકા રહેવાનો દાવો અધિકારીઓએ કર્યો છે. વિદ્યાર્થીઓમાં ઓનલાઇન પરીક્ષા અને ઓફલાઇન પરીક્ષાને લઇને સરવે પણ કરાયો હતો. જેમાં 50 કરતા વધુ વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષા આપવા માટેની સંમતિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...