ડ્રોન કોર્સ:ડ્રોન વીડિયોગ્રાફીનો ક્રેઝ વધતાં જીટીયુમાં 40 કલાકનો ડ્રોન ફ્લાઈંગ સર્ટિફિકેટ કોર્સ ચલાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડ્રોન લેબ એ GTU હેઠળ કાર્યરત ગુજરાત ઇનોવેશન કાઉન્સિલનું સ્ટાર્ટઅપ
  • ડ્રોન દ્વારા સર્વે, મેપિંગ, સર્વેલન્સ અને ઇન્સ્પેક્શન માટેની પણ ટ્રેનિંગ અપાશે

લગ્ન સમારોહથી લઈને રાજકીય પક્ષોની રેલીઓ, જાહેર સભાઓની ફોટોગ્રાફી વગેરેમાં વીડિયોગ્રાફીના વધતાં જતાં ચલણને જોતા ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી (જીટીયુ) પણ ડ્રોન ફોટોગ્રાફીની ટ્રિક્સ શીખવશે. બેઝિક ડ્રોન ફ્લાઈંગ સર્ટિફિકેટ કોર્સ દ્વારા તાલીમાર્થીને 40 કલાક ભણાવાશે. એટલું જ નહીં, ડ્રોન દ્વારા સર્વે, મેપિંગ, સર્વેલન્સ અને ઇન્સ્પેક્શન માટે પણ ટ્રેનિંગ આપવામાં આવશે.

સ્ટાર્ટઅપ ડ્રોન લેબ
જીટીયુમાં 2022ના પ્રથમ સપ્તાહથી બેઝિક ડ્રોન ફ્લાઈંગ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ કોર્સ GTUના CEC દ્વારા GTUની પોતાની સ્ટાર્ટઅપ ડ્રોન લેબ સાથે મળીને શરૂ કરવામાં આવી રહ્યો છે.

100 ટકા પ્લેસમેન્ટ મળે તેવી યોજના પણ છે
ડ્રોન લેબ એ GTU હેઠળ કાર્યરત ગુજરાત ઇનોવેશન કાઉન્સિલનું સ્ટાર્ટઅપ છે. જેની શરૂઆત નિખિલ મઠિયાએ કરી છે. બેઝિક ડ્રોન ફ્લાઈંગ સર્ટિફિકેટ કોર્સ 40 કલાકનો કોર્સ હશે. 12મું પાસ કરેલા કોઈપણ યુવક આમાં ભાગ લઈ શકશે. શરૂઆતમાં 30 વિદ્યાર્થીઓને બેચમાં લેવામાં આવશે. તેમાં પ્રવેશ મેળવનારાઓને 100 ટકા પ્લેસમેન્ટ મળે તેવી પણ યોજના છે. કોર્સ કર્યા પછી વિદ્યાર્થીને શરૂઆતમાં જ 35થી 50 હજાર રૂપિયાના પગારમાં નોકરી મળી શકે છે. તાલીમ મેળવનાર વ્યક્તિ ઇચ્છે તો પોતાનું કામ પણ શરૂ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...