તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • GTU Will Develop Indigenous 5G Antennas To Compete With China's 5G Technology; All Wireless Devices Will Connect In 5 To 10 Milliseconds

GTUનો દાવો:ચીનની 5G ટેક્નોલોજીને ટક્કર આપવા માટે GTU સ્વદેશી 5G એન્ટેના વિકસાવશે; 5થી 10 મિલી સેકન્ડમાં તમામ વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 5G એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે

ચીનની 5G ટેકનોલોજીને ટક્કર આપવા માટે જીટીયુ સ્વદેશી 5G એન્ટેના વિકસાવશે તેવો દાવો જીટીયુએ કર્યો છે. જીટીયુની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીએ લાર્જ એરિયા કવર કરતાં 5G એન્ટેના વિકસાવીને કૃષિથી લઈને તમામ ઉદ્યોગોમાં વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. જે અંતર્ગત 5 થી 10 મિલી સેકન્ડમાં જ તમામ વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે.

છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5જી) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. જીટીયુ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના પ્રો.ડૉ. ગૌતમ મકવાણા 5G એન્ટેના વિકસાવશે. જેનાથી સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસ થકી ન માત્ર ઈન્ટરનેટની સ્પીડ જ વધશે પણ ટેક્નોલોજીની નવી જનરેશનની પણ શરૂઆત થશે.

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, ટેક્નોલોજી હાલના સમયમાં સમગ્ર વિશ્વની જરૂરિયાત છે. સ્વદેશી 5G ટેક્નોલોજીના વિકાસથી ભારત કોમ્યુનિકેશન ટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર બનીને સમગ્ર વિશ્વને નવી દિશા ચીંધશે.

કૃષિથી લઈને તમામ ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝડપી કામ થશે
આઈઓટી આધારીત ડિવાઈસને 5Gથી જોડીને કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઓટોમેશન સરળતાથી, સત્વરે થઈ શકશે. મોબાઈલ નેટવર્ક અપગ્રેડ થશે જેનાથી નેટવર્ક રિસપોન્સમાં સ્પીડ વધશે. 5થી 10 મિલી સેકન્ડમાં તમામ પ્રકારના વાયરલેસ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. 4Gમાં આ સમયગાળો 20થી 40 સેકન્ડનો છે. 5G એન્ટેનાને કારણે 10થી 30 ગીગાબાઇટ ડેટા ટ્રાન્સફર સરળતાથી પ્રતિ સેકન્ડે કરી શકાશે. ભવિષ્યમાં 6જીનો આ એન્ટેનામાં ઉમેરો કરી શકાશે.

સુપર કમ્પ્યૂટરથી રિસર્ચ
આ પ્રોજેક્ટ માટે ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા 22 લાખથી વધુની ગ્રાન્ટ મળેલ છે. જીટીયુમાં સુપર કમ્પ્યુટરની મદદથી તમામ પ્રકારનું રિસર્ચ કરાઇ રહ્યું છે. 5G એન્ટેનાથી પ્રતિ સેકન્ડ 1 કિમીના વિસ્તારમાં 1 થી 10 લાખ ડિવાઈસ કનેક્ટ થઈ શકશે. > ડો. ગૌતમ મકવાણા, અધ્યાપક, ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, જીટીયુ

અન્ય સમાચારો પણ છે...