અમદાવાદના સમાચાર:પૂર્વ IPS સંજીવ ભટ્ટના 20 જુલાઈ સુધી રિમાન્ડ મંજૂર, કમરમાં તકલીફ હોવાથી જેલમાં ગાદલું આપવા બચાવ પક્ષની કોર્ટમાં રજૂઆત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજીવ ભટ્ટની તસવીર - Divya Bhaskar
સંજીવ ભટ્ટની તસવીર

ગુજરાતમાં થયેલા 2002ના રમખાણો બાદ પીડિતોને ન્યાય અપાવવાના બહાને અલગ અલગ કોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના લોકોની સામે કાયદાની કલમોનો ઉપયોગ કરીને આજીવન કેદ સુધીની સજા કરાવવા અરજીઓ દાખલ કરાઈ હતી. જે મામલે ગઈકાલે સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. જે મામલે આજે તેમને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 20 જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સાથે બચાવ પક્ષ દ્વારા પોલીસ કસ્ટડીમાં સંજીવ ભટ્ટને કમરમાં તકલીફ હોવાના કારણે જેલમાં ગાદલું આપવાની રજુઆત કરવામાં આવી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

ગુજરાત યુનિ.માં પદવીદાન સમારોહ માટે રૂ.3 લાખનું દાન
રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા અભ્યાસ દરમિયાન શ્રેષ્ઠ અને ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખામાં દર વર્ષે પદવીદાન સમારંભ દરમિયાન ગોલ્ડ મેડલ આપીને સન્માનવામાં આવે છે. વિદ્યાર્થીઓ માટેના પદવીદાન સમારોહમાં સહભાગી થવા માટે અનેક વિદ્યાઉપાસકો દ્વારા પણ સમયાંતરે વિદ્યાર્થીઓના મેડલ માટે જીટીયુને સ્પોન્સરશીપ અને દાન મળતું હોય છે. તાજેતરમાં જ હરીઓમ સત્સંગ મંડળ દ્વારા જીટીયુને પદવીદાન સમારંભના ગોલ્ડ મેડલ માટે રૂપિયા 3 લાખનું દાન ફાળવવામાં આવ્યું છે.

પ્રથમ આવનારને ગોલ્ડ મેડલ અપાશે
આ દાન આગામી પદવીદાન સમારંભમાં એમ.ફાર્મ ફાર્માસ્યૂટીકલ્સ એનાલિસીસમાં યુનિવર્સિટી લેવલે પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આદ્યાત્મિક માતૃશ્રી પ્રભાબાની યાદમાં આ મેડલ અપાશે. આદ્યાત્મની સાથે –સાથે શિક્ષણ અને સંશોધનમાં પણ વિશેષ મહત્વ આપતાં હતાં. તેમના અનુયાયીઓ પણ તેમણે બતાવેલા જ્ઞાનરૂપી માર્ગ પર ચાલીને ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. હરીઓમ ફાઉન્ડેશનના નીતિનભાઈ રામી, મનસુખભાઈ પટેલ અને રજનીભાઈ પટેલના હસ્તે આ દાન આપવામાં આવ્યું હતું. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે હરીઓમ સત્સંગ મંડળનો આ સંદર્ભે આભાર વ્યક્ત કર્યો હતો.

નિવૃત્ત એડિશનલ સેશન્સ જજ સાથે છેતરપિંડી
શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત એડિશનલ સેશન્સ જજ સાથે છેતરપિંડીની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે. ચાર વર્ષ અગાઉ નિવૃત્ત જજ પાસેથી એસબીઆઈ બેંકના અધિકારીની ઓળખ આપી ઠગે ATMની વિગતો લઈને 49,998 રૂપિયા ટ્રાન્સફર કરીને ફ્રોડ કર્યું હતું. જે તે સમયે પોલીસ કંટ્રોલ રૂમ અને સાયબર સેલમાં જાણ પણ કરાઈ હતી. જોકે 4 વર્ષ અને ત્રણ મહિના બાદ મંગળવારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...