શિક્ષણ:અમદાવાદમાં GTU દ્વારા ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરાશે, 7 વર્ષથી મોટી ઉંમરની કોઈપણ વ્યક્તિ અરજી કરી શકશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
GTU કેમ્પસની ફાઈલ તસવીર - Divya Bhaskar
GTU કેમ્પસની ફાઈલ તસવીર
  • આગામી 10 નવેમ્બર સુધી ભરતનાટ્યમની પ્રથમ બેચમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકાશે
  • કોર્ષમાં ભરતનાટ્યમનો ઈતિહાસ, વિવિધ આંગીક મુદ્રાઓ, નૃત્યકલા અને‌ અભિનયના નવરસ‌ સંબંધિત માર્ગદર્શન અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક શાખાના વિદ્યાર્થીઓને અન્ય શાખાનું પણ જ્ઞાન મળી રહે તે બાબતની યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવેલી છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને કલાના અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે, 15 નવેમ્બરથી ભરતનાટ્યમના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવશે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, ભારત વિવિધ લલિત કલાઓને વરેલો દેશ છે. ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી સાંસ્કૃતિક ધરોહરને પણ જાણે તે હેતુસર જીટીયુ દ્વારા આ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે ધરોહર સેન્ટરના કો-ઓર્ડીનેટર પ્રો. મહેશ પંચાલ અને પ્રો. સારીકા શ્રીવાસ્તવને આ બદલ શુભકામના પાઠવી હતી.

ભરતનાટ્યમના કોર્ષ માટે જીટીયુનું સર્ક્યુલર
ભરતનાટ્યમના કોર્ષ માટે જીટીયુનું સર્ક્યુલર

જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતાં અભ્યાસક્રમો અને કાર્યક્રમો શરૂ કરવાનો છે. “જીટીયુ ધરોહર” અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. 7‌ વર્ષથી ઉપરની કોઈ પણ વયના વ્યક્તિ આગામી 10 નવેમ્બર સુધી ભરતનાટ્યમની પ્રથમ બેચમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશે.

આ કોર્ષમાં ભરતનાટ્યમનો ઈતિહાસ, નૃત્ય દ્વારા આપણી સંસ્કૃતિની રજૂઆત, વિવિધ આંગીક મુદ્રાઓ, નૃત્યકલા અને‌ અભિનયના નવરસ‌ સંબંધિત ભરતનાટ્યમમાં વિશારદ થયેલા અંજની રાવલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...