તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓનલાઈન યોગ શિબિર:અમદાવાદમાં GTU દ્વારા પોસ્ટ કોવિડમાં ફેફસાની મજબૂતી અને ઓક્સિજન લેવલ વધારતા યોગાભ્યાસ કરાવાશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
3 હજારથી વધુ લોકો ઓનલાઈન યોગ શિબિરમાં જોડાય છે - Divya Bhaskar
3 હજારથી વધુ લોકો ઓનલાઈન યોગ શિબિરમાં જોડાય છે
  • સમગ્ર ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશમાંથી પ્રતિદિન 3000 વધુ લોકો ડિજીટલ માધ્યમ થકી યોગાભ્યાસ કરવા જોડાય છે.

સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાથી સંક્રમિત થયેલા લોકો નેગેટિવ આવ્યા પછી પણ કેટલાક સમય સુધી પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. જેના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ વિભાગ દ્વારા તારીખ 1 જૂનથી 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે સમગ્ર આયોજન બદલ GTU સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલને શુભકામનાઓ પાઠવી હતી.

તાજેતરમાં જ આ શિબિરનો પ્રારંભ થયો છે,21 જૂને સમાપન થશે
તાજેતરમાં જ આ શિબિરનો પ્રારંભ થયો છે,21 જૂને સમાપન થશે

યોગ વિશ્વને ભારત તરફથી મળેલી ભેટ છે
યોગ એ સમગ્ર વિશ્વને ભારત તરફથી મળેલી મહામૂલી ભેટ છે. જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવવામાં માટે અનેક પ્રકારે ફાયદાકારક હોય છે. GTU દ્વારા આયોજીત આ યોગ શિબિરમાં યોગા એક્સપર્ટ નિલમબેન સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સંક્રમીત થઈને કોરોના નેગેટિવ થયેલા દર્દીઓ પણ પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. તાજેતરમાં જ આ શિબિરનો પ્રારંભ થયો છે.

યોગા એક્સપર્ટ નિલમબેન સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે
યોગા એક્સપર્ટ નિલમબેન સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે

લોકો ઓનલાઈન યોગ શિબિરમાં જોડાય છે
આ ઉપરાંત કોવિડમાં પણ ઝડપથી સ્વસ્થતા‌ કેળવવા, ફેફસાની મજબૂતી અને ઓક્સિજન લેવલ વધારવા માટે વિવિધ પ્રકારના સમગ્ર ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશમાંથી પ્રતિદિન 3000 વધુ લોકો ડિજીટલ માધ્યમ થકી યોગાભ્યાસ કરવા માટે જોડાય છે. GTUના ફેસબુક પેજ પર સાંજે 5:30 થી 6:15 કલાક સુધી ફેસબુક લાઈવના માધ્યમ થકી દરેક જનસામાન્ય આ યોગ શિબિરનો લાભ 21 જૂન સુધી મેળવી શકશે. જેનું સમાપન આગામી 21 જૂન વિશ્વ યોગ દિવસના દિને કરવામાં આવશે.