તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદની માંગ:અફઘાનિસ્તાનના 36 વિદ્યાર્થીઓના વિઝા વધારવા અને આગળના અભ્યાસ માટે મંજૂરી આપવા GTUએ ICCRને રજૂઆત કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ ખરાબ છે જેને લઇને GTU દ્વારા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો

અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબ છે ત્યારે અમદાવાદમાં અનેક વિદ્યાર્થીઓ સ્કોલરશીપ પર ભણી રહ્યા છે. જેમાંથી GTUમાં 58 અફઘાની વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જે પૈકી 36 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થવા આવ્યો છે અને ટૂંક સમયમાં વિઝા પણ પૂર્ણ થશે. ત્યારે હાલની પરિસ્થિતિમાં પરત જવું મુશ્કેલ હોવાથી GTUએ વિદ્યાર્થીઓએ વિઝા વધારી વધુ અભ્યાસ માટે પરવાનગી આપે તેવી ICCR પાસે માંગણી કરી છે.

GTUમાં 350થી વધુ 48 દેશના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જેમાંથી 58 વિદ્યાર્થીઓ અફઘાનિસ્તાનના છે, જેમાંથી 36 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થયો છે સાથે જ વિદ્યાર્થીઓના વિઝા પણ પૂર્ણ થયા છે જેથી ICCR દ્વારા તેમને પરત મોકલવામાં આવશે. અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ ખરાબ છે જેને લઇને GTU દ્વારા વિદ્યાર્થીઓની સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના પરિવાર સાથે વિદ્યાર્થીઓની સંપર્ક કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ GTUને આગળના અભ્યાસ અને વિઝા વધારવા મદદ માંગી છે જેથી GTU એ ICCR પાસે મદદ માંગી છે..

GTUના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે,36 અફઘાની વિદ્યાર્થીઓના વિઝા પુને થાય છે જેથી તેમને તેમના દેશ પરત જવું પડશે પરંતુ સ્થિતિ ખરાબ હોવાને કારણે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી છે જેથી વિદ્યાર્થીઓ માટે ICCR ને રજૂઆત કરી છે કે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ અને વિઝા વધારવામાં આવે જેથી વધુ સમય અફઘાની વિદ્યાર્થીઓ અહીંયા રહીને ભણી શકે.

અન્ય સમાચારો પણ છે...